કર્ણાટક વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. કોંગ્રેસે પ્રથમ 30 મિનિટના ટ્રેન્ડમાં બહુમતીનો આંકડો પાર કરી લીધો હતો. જ્યારે ભાજપ બીજા નંબરે અને જેડીએસ ત્રીજા નંબરે છે. શરૂઆતના ટ્રેન્ડમાં કોંગ્રેસ 128 સીટો પર અને ભાજપ 77 સીટો પર આગળ દેખાઈ રહી છે. જેડીએસ 17 સીટો પર અને અન્ય 3 સીટો પર આગળ છે.
જેડીએસ નેતા એચડી કુમારસ્વામીએ કહ્યું કે બે-ત્રણ કલાક રાહ જુઓ, બધું સ્પષ્ટ થઈ જશે. તેમણે એવા અહેવાલોને નકારી કાઢ્યા કે ભાજપ અને કોંગ્રેસ બંને જેડીએસનો સંપર્ક કર્યો છે. એક્ઝિટ પોલ અને વોટિંગ પેટર્નથી એ સ્પષ્ટ નથી થયું કે કોની સરકાર બનશે. એક્ઝિટ પોલની વાત કરીએ તો, 10માંથી 5એ ત્રિશંકુ વિધાનસભાની આગાહી કરી છે. ચારમાં કોંગ્રેસ અને એકમાં ભાજપને સૌથી મોટી પાર્ટી જાહેર કરવામાં આવી છે.