કેજરીવાલના PA જામીન માટે હાઇકોર્ટ પહોંચ્યા, ધરપકડને ગેરકાયદેસર ગણાવી

New Update
કેજરીવાલના PA જામીન માટે હાઇકોર્ટ પહોંચ્યા, ધરપકડને ગેરકાયદેસર ગણાવી
Advertisment

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પીએ બિભવ કુમારે બુધવારે (29 મે)ના રોજ હાઇકોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. જેમાં તેમણે ધરપકડને ગેરકાયદેસર ગણાવી છે અને વળતરની માગ કરી છે.આ સિવાય બિભવની લીગલ ટીમે કહ્યું કે અરજીમાં દિલ્હી પોલીસ અધિકારીઓ સામે વિભાગીય તપાસની પણ માગ કરવામાં આવી છે. સાથે જ આ કેસની સુનાવણી આવતીકાલે એટલે કે 30 મેના રોજ કરવાની માગ કરવામાં આવી છે.

Advertisment

બે દિવસ પહેલા 27 મેના રોજ દિલ્હીની તીસ હજારી કોર્ટે બિભવની જામીન અરજી ફગાવી દીધી હતી. 28 મેના રોજ કોર્ટે બિભવને 3 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો હતો.બિભવ પર સીએમ હાઉસમાં AAPના રાજ્યસભા સાંસદ સાથે મારપીટ કરવાનો આરોપ છે. સ્વાતિ માલીવાલની ફરિયાદ બાદ દિલ્હી પોલીસે 18 મેના રોજ સીએમ હાઉસમાંથી તેની ધરપકડ કરી હતી.

Latest Stories