કોલકાતા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળની મમતા સરકારને આપ્યો મોટો ઝટકો, 2011 પછીથી બનેલા 5 લાખ OBC પ્રમાણપત્ર કર્યા રદ્દ

New Update
કોલકાતા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળની મમતા સરકારને આપ્યો મોટો ઝટકો, 2011 પછીથી બનેલા 5 લાખ OBC પ્રમાણપત્ર કર્યા રદ્દ

કોલકાતા હાઈકોર્ટે બુધવારે (22 મે) પશ્ચિમ બંગાળની મમતા સરકારને મોટો ઝટકો આપ્યો છે. હાઈકોર્ટે 2011 પછીથી જાહેર કરાયેલા લગભગ 5 લાખ OBC પ્રમાણપત્રો રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. હવે નોકરીની અરજીઓમાં પણ OBC પ્રમાણપત્ર સ્વીકારવામાં આવશે નહીં.

એક અરજી પર સુનાવણી દરમિયાન કોલકાતા હાઈકોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. આ નિર્ણય અનુસાર, હાઈકોર્ટે 2011 પછીથી જાહેર કરાયેલા તમામ અન્ય પછાત વર્ગ (OBC) પ્રમાણપત્રોને રદ્દ કરવાનો આદેશ આપ્યો છે. તમને જણાવી દઈએ કે આ નિર્ણયની ઘણી દૂરગામી અસરો જોવા મળી શકે છે.

કોલકાતા હાઈકોર્ટમાં જસ્ટિસ તપબ્રત ચક્રવર્તી અને રાજશેખર મંથાની ડિવિઝન બેન્ચે બુધવારે એક PILની સુનાવણી દરમિયાન આ નિર્ણય આપ્યો હતો. આ પીઆઈએલમાં ઓબીસી સર્ટિફિકેટ જાહેર કરવાની પ્રક્રિયા પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. આ કેસમાં કોર્ટે સૂચના આપી હતી અને કહ્યું હતું કે 1993ના કાયદા હેઠળ રચાયેલા પશ્ચિમ બંગાળ પછાત આયોગ દ્વારા નિર્ધારિત પ્રક્રિયાઓ અનુસાર જ OBC પ્રમાણપત્રો બનાવવામાં આવે

Latest Stories