લદ્દાખને પૂર્ણ રાજ્યના દરજ્જાની માંગ સાથે વિરોધ કરતા સોનમ વાંગચૂક સહિત 130 લોકોની પોલીસે કરી અટકાયત

લદ્દાખને પૂર્ણ રાજ્યની માંગ સોનમ વાંગચુક દ્વારા કરવામાં આવી છે,અને તેઓએ દિલ્હી ચલો પદયાત્રા યોજી હતી,જોકે પોલીસે સિંધૂ બોર્ડર પર જ વાંગચૂક સહિત 130 લોકોને કસ્ટડીમાં લીધા છે.

New Update

સોનમ વાંગચુક પોતાની 700 કિલોમીટર લાંબી દિલ્હી ચલો પદયાત્રા થકી હરિયાણાથી દિલ્હીમાં દાખલ થયા હતા,પોલીસે તેમને અટકાવી દીધા હતા.તેમની સાથે લદ્દાખથી લગભગ 130 કાર્યકર્તા પણ દિલ્હી તરફ વિરોધ કરવા આવી રહ્યા હતા.તેમની પણ પોલીસે અટકાયત કરી હતી. આ મામલે લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની પ્રતિક્રિયા સામે આવી છે.

તેમણે કહ્યું કે 'સોનમ વાંગચુકજી અને પર્યાવરણ અને બંધારણીય અધિકારો માટે શાંતિપૂર્ણ માર્ચ કરી રહેલા સેંકડો લદાખીઓને કસ્ટડીમાં લેવા અસ્વીકાર્ય છે. મોદીજી ખેડુતોની જેમ આ ચક્રવ્યૂહ પણ તૂટશે અને તમારું અભિમાન પણ તૂટશે.તમારે લદ્દાખનો અવાજ સાંભળવો પડશે.'

Latest Stories