/connect-gujarat/media/media_files/2025/10/07/screenshot-2025-10-07-210044_2025101015726-2025-10-07-21-31-25.png)
હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં ભૂસ્ખલનના કારણે 8 લોકોના મોત થયા છે. 30 મુસાફરોને લઈ જતી એક બસ ભૂસ્ખલનની ચપેટમાં આવી ગઈ હતી.
આ બસમાં કુલ 30 મુસાફરો સવાર હતા. લેન્ડસ્લાડનો કાટમાળ બસ પર પડતા યાત્રિઓ દબાઈ ગયા હતા. આઠ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. ઘટનાસ્થળે બચાવ અને રાહત કાર્ય ચાલુ છે. બરઠીં નજીક અચાનક ભૂસ્ખલનને કારણે બસ પર કાટમાળ પડ્યો હતો.
સ્થાનિક વહીવટીતંત્ર અને આપત્તિ વ્યવસ્થાપન ટીમો કાટમાળ દૂર કરવા અને ફસાયેલા લોકોને બચાવવા માટે કામ કરી રહ્યા છે. બસમાં કેટલા લોકો સવાર હતા તેની ચોક્કસ સંખ્યા હજુ સુધી પુષ્ટિ થઈ નથી.સ્થાનિક રહેવાસીઓ પણ બચાવ અને રાહત કાર્યમાં મદદ કરી રહ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે બચાવ કામગીરી આખી રાત ચાલુ રહેશે અને બસમાં ફસાયેલા લોકોને શક્ય તેટલી વહેલી તકે સુરક્ષિત રીતે બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
હિમાચલના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ બસ અકસ્માત પર ઊંડો શોક વ્યક્ત કર્યો અને રાહત પ્રયાસો ઝડપી બનાવવાના નિર્દેશ આપ્યા છે. તેમણે મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી છે. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર આ મુશ્કેલ સમયમાં અસરગ્રસ્ત પરિવારો સાથે મજબૂત રીતે ઉભી છે અને તેમને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડશે.
મુખ્યમંત્રી જિલ્લા વહીવટીતંત્ર સાથે સતત સંપર્કમાં છે અને તેમને રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવવા નિર્દેશ આપ્યો છે. તેમણે ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલોમાં લઈ જવામાં આવે અને તેમની સારવાર માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવે તે સુનિશ્ચિત કરવાનો પણ નિર્દેશ આપ્યો છે.