રાષ્ટ્રપતિ દ્વારા વિવિધ રાજ્યોના ગવર્નરની નિમણૂક,ગુજરાત અને ઉત્તર પ્રદેશ અંગે સસ્પેન્સ

રાષ્ટ્રીય રાજધાનીમાં શનિવારે મોડી રાત્રે કેટલાક રાજ્યો માટે રાજ્યપાલોની નિમણૂકની જાહેરાત કરવામાં આવી હતી.આ નિમણૂંકો તેઓ પોતપોતાની ઓફિસનો ચાર્જ સંભાળે તે તારીખથી પ્રભાવી થશે. 

author-image
By Connect Gujarat Desk
New Update
એ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા મોડી રાત્રે વિવિધ રાજ્યોમાં ગવર્નરની નિમણૂક કરી હતી. જોકે ગુજરાત અને ઉત્તરપ્રદેશ અંગે હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. 
રાષ્ટ્રપતિ ભવન દ્વારા શનિવારે રાત્રે જારી કરાયેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે લક્ષ્મણ પ્રસાદ આચાર્યને આસામના રાજ્યપાલ પદે નિમણૂક કરવામાં આવ્યા છે. તેમને મણિપુરની વધારાની જવાબદારી પણ સોંપવામાં આવી છે. ઉપરાંત ગુજરાતના પૂર્વ IAS અધિકારી કે.કૈલાસનાથનને પુડુચેરીના ઉપ રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને પંજાબના રાજ્યપાલ અને ચંદીગઢના પ્રશાસક બનવારીલાલ પુરોહિતનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે.
રાષ્ટ્રપતિ ભવન દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર લક્ષ્મણ પ્રસાદ આચાર્યએ ગુલાબચંદ કટારિયાની જગ્યા લીધી છે. પ્રેસ રિલીઝમાં જણાવાયું હતું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પંજાબના ગવર્નર અને ચંદીગઢના પ્રશાસક પદેથી પુરોહિતનું રાજીનામું સ્વીકારી લીધું છે. આસામના રાજ્યપાલ ગુલાબચંદ કટારિયા પંજાબના રાજ્યપાલ અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢના પ્રશાસક હશે.
સિક્કિમના રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યને આસામના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને તેમને મણિપુરના રાજ્યપાલનો વધારાનો હવાલો પણ આપવામાં આવ્યો છે. નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે હરિભાઉ કિસનરાવ બાગડેને રાજસ્થાનના રાજ્યપાલ નિયુક્ત કરવામાં આવ્યા છે, જિષ્ણુ દેવ વર્મા તેલંગાણાના રાજ્યપાલ હશે અને ઓમપ્રકાશ માથુર સિક્કિમના નવા રાજ્યપાલ હશે.
રાજસ્થાનના ભાજપના ટોચના નેતા અને આસામના ગવર્નર ગુલાબચંદ કટારિયાને પંજાબનો હવાલો સોંપાયો સાથે ચંદીગઢના એડમિનિસ્ટ્રેટર બનાવાયા છે.ઝારખંડના ગવર્નર સી. પી.રાધાકૃષ્ણ મહારાષ્ટ્રના નવા ગવર્નર બન્યા છે. સિક્કિમના ગવર્નર લક્ષ્મણ પ્રસાદ આચાર્યની આસામના ગવર્નર તરીકે નિમણૂક કરવામાં આવી છે,મણિપુરનો વધારાનો હવાલો પણ તેમને સોંપવામાં આવ્યો છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી સંતોષ ગંગવારને ઝારખંડના ગવર્નરનો હવાલો સોંપાયો હતો.
ઉલ્લેખનીય છે કે ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં ગવર્નર અંગે હજી સુધી સસ્પેન્સ યથાવત છે,આનંદીબેન પટેલ ઉત્તર પ્રદેશના ગવર્નર પદે યથાવત રહેશે કે પછી તેમના સ્થાને અન્ય કોઈની નિમણુંક થશે તે અંગે પણ અટકળો વહેતી થઇ છે,જ્યારે ગુજરાતના ભાજપના નેતા નીતિન પટેલને પણ રાજ્યપાલના પદે નિમણૂક કરવામાં તેવી ચર્ચાઓ એ પણ જો પકડ્યું છે.
Latest Stories