લાઇટ ફાઇટર પ્લેન એન્જિન ભારતમાં જ બનશે,અમેરિકન કંપની GE એરોસ્પેસ અને HAL સંયુક્ત રીતે આ એન્જિન બનાવશે

હળવા ફાઈટર પ્લેન LCA MARK 2 (તેજસ એમકે 2) અને સ્વદેશી એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ (AMCA)ના પ્રથમ બે સ્ક્વોડ્રનના એન્જિન હવે દેશમાં જ બનાવવામાં આવશે.

New Update
લાઇટ ફાઇટર પ્લેન એન્જિન ભારતમાં જ બનશે,અમેરિકન કંપની GE એરોસ્પેસ અને HAL સંયુક્ત રીતે આ એન્જિન બનાવશે

હળવા ફાઈટર પ્લેન LCA MARK 2 (તેજસ એમકે 2) અને સ્વદેશી એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ (AMCA)ના પ્રથમ બે સ્ક્વોડ્રનના એન્જિન હવે દેશમાં જ બનાવવામાં આવશે. ભારતમાં સંરક્ષણ ક્ષેત્રને મજબૂત કરવા માટે આ નિર્ણય ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)ના વડા ડૉ. સમીર વી કામતે શનિવારે (18 નવેમ્બર) જણાવ્યું હતું કે અમેરિકન કંપની GE એરોસ્પેસ અને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) સંયુક્ત રીતે આ એન્જિન બનાવશે. તેની તમામ મંજુરી અમેરિકા પાસેથી મળી ગઈ છે. કેબિનેટની સુરક્ષા કમિટી (CCS) એ આ વર્ષે 30 ઓગસ્ટના રોજ LCA MARK 2 ફાઇટર એરક્રાફ્ટના ઉત્પાદનને મંજૂરી આપી હતી. આ એરક્રાફ્ટ મિરાજ 2000, જગુઆર અને મિગ-29 ફાઈટર એરક્રાફ્ટને તબક્કાવાર રિપ્લેસ કરશે. LCA માર્ક 2 2027 સુધીમાં બનાવવામાં આવશે.એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સીના વડા ગિરીશ દેવધરેએ સમાચાર એજન્સી ANIને જણાવ્યું - LCA MARK 2 ફાઇટર પ્લેન પ્રોજેક્ટને સરકારની મંજૂરી મળી ગઈ છે. આ માટે ડિઝાઇનરોએ 17.5 ટનનું સિંગલ એન્જિન એરક્રાફ્ટ ડિઝાઇન કરવું પડશે.

Latest Stories