Connect Gujarat
દેશ

એમ. એસ. ધોનીનો ગજબનો દિવાનો, લગ્ન કંકોત્રીમાં ગણેશજી સાથે ધોનીની તસવીર છપાવી

લગ્નના આમંત્રણ કાર્ડની ડાબી બાજુએ ગણેશજીનો ફોટો લગાડેલો છે. તો જમણી બાજુએ ધોની ની તસવીર લગાવવામાં આવી છે.

એમ. એસ. ધોનીનો ગજબનો દિવાનો, લગ્ન કંકોત્રીમાં ગણેશજી સાથે ધોનીની તસવીર છપાવી
X

આમ તો મહેન્દ્રસિંહ ધોનીના દેશ વિદેશમાં ઘણા બધા ફેંસ છે. અને લોકો તેને જોવાનો એક પણ મોકો મુક્તા નથી. હવે ધોનીને જોવાનો એક માત્ર મોકો IPL જ રહયો છે. ચેન્નઈ સુપરકિંગ્સના કેપ્ટન એમ.એસ.ધોની. ની રમતને માણવા લોકો આતુરતાથી આઇપીએલ ની રાહ જોય રહ્યા હોય છે. ધોની માટે ચેન્નઈ અને તમિલનાડુમાં પણ ગજબની દિવાનગી જોવા મળે છે.

ત્યારે એવો જ એક દીવાનો ફેંસ પોતાના લગ્નની કંકોત્રી પર ધોનીનો ફોટો લગાડેલો જોતાં લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે. સામાન્ય રીતે કંકોતરીમાં ભગવાનના ફોટાઓ લગાડવામાં આવે છે. પરંતુ ધોનીના ફેને તેના પ્રિય એવા ધોનીની તસવીર લગાવી દેતા ફોટો સોસિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થયો છે. અને લોકો તેને ખૂબ પસંદ પણ કરી રહ્યા છે. ધોની માટે દિવાનગી દર્શાવતો ફેન કર્ણાટકનો છે.

તેના લગ્નના આમંત્રણ કાર્ડની ડાબી બાજુએ ગણેશજીનો ફોટો લગાડેલો છે. તો જમણી બાજુએ ધોની ની તસવીર લગાવવામાં આવી છે. આ પહેલા પણ ધોનીના એક દિવાના દુલ્હાએ પોતાની પત્રિકામાં ધોનીને સ્થાન આપ્યુ હતુ. આ વાત 2018ના સમય છે. ધોનીના ફેને પોતાના લગ્નની કંકોત્રી તેણે અનોખી છપાવી હતી. તેણે ધોની અને ચેન્નાઈ સુપર કિંગ્સના ફેનના રુપમાં જ પત્રિકા બનાવી હતી. જે ચેન્નાઈ સુપર કિંગ્સની ટિકિટના રુપમાં પ્રિન્ટ કરી હતી.

Next Story