/connect-gujarat/media/media_files/2025/01/23/ItTVRPKdopH5m0vrhCkn.jpg)
જૂનાગઢના ગીર વિસ્તારમાંથી એક અદ્ભુત વિડિયો સામે આવ્યો છે, જેમાં એક સિંહણે કડકડતી ઠંડીમાં નદીમાં કૂદીને બકરીનો શિકાર કર્યો હતો. અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલ વિડિયો ગીરની કોઈ નદી હોવાનું જાણવા મળી રહ્યું છે.
વિડિયોમાં જોઈ શકાય છે કે સિંહણ અચાનક 15 ફૂટ ઊંડી નદીમાં કૂદકો મારે છે અને પોતાના શિકારને મોંમાં દબાવીને તરતી-તરતી કિનારે પહોંચી જાય છે. સિંહોના શિકારના આવા વિડિયો ભાગ્યે જ જોવા મળે છે, કારણ કે સામાન્ય રીતે સિંહ પાણીમાં શિકાર કરતા નથી.
ગીરમાં સિંહોની વસતી સતત વધી રહી છે અને તેઓ શિકારની શોધમાં આસપાસના રહેણાંક વિસ્તારોમાં પણ જોવા મળે છે. દર વર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ સાસણ અને ગીર પંથકમાં એશિયાટિક સિંહોને જોવા માટે આવે છે. આ અનોખા શિકારનો વિડિયો કોઈ પ્રત્યક્ષદર્શીએ કેમેરામાં કેદ કરીને સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જે હાલમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.