લિકર પોલીસી કેસ: અરવિંદ કેજરીવાલે મેડિકલ ટેસ્ટ દરમ્યાન પત્નિને હાજર રાખવા કરી માંગ !

લિકર પોલિસી કેસમાં તિહાર જેલમાં બંધ અરવિંદ કેજરીવાલે મેડિકલ ટેસ્ટને લઈને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં અરજી કરી છે. દિલ્હીના સીએમની માગ છે કે, મેડિકલ ટેસ્ટ દરમિયાન પત્ની સુનીતા વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાયેલા રહે.

New Update
અરવિંદ કેજરીવાલ

લિકર પોલિસી કેસમાં તિહાર જેલમાં બંધ અરવિંદ કેજરીવાલે મેડિકલ ટેસ્ટને લઈને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં અરજી કરી છે. દિલ્હીના સીએમની માગ છે કે, મેડિકલ ટેસ્ટ દરમિયાન પત્ની સુનીતા વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાયેલા રહે.

આ મામલામાં સુનાવણી શનિવારે (15 જૂન) થશે. 5 જૂને રાઉઝ એવન્યુ કોર્ટે જેલ સત્તાવાળાઓને કેજરીવાલના જરૂરી મેડિકલ ટેસ્ટ કરાવવાનો નિર્દેશ આપ્યો હતો. ઉપરાંત તબીબી આધાર પર 7 દિવસની જામીન માંગતી કેજરીવાલની વચગાળાની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી અને ન્યાયિક કસ્ટડી 19 જૂન સુધી લંબાવવામાં આવી હતી. કેજરીવાલની 21 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે 10 મેના રોજ તેમને વચગાળાના જામીન આપ્યા હતા. 21 દિવસ સુધી જામીન પર બહાર રહ્યા બાદ કેજરીવાલે 2 જૂને સાંજે 5 વાગ્યે તિહારમાં આત્મસમર્પણ કર્યું હતું.

Latest Stories