New Update
/connect-gujarat/media/post_banners/cb833f22a9cb5c59ad277fa2c8fb338906f7d3febaffd9279737d9728d5c0b17.webp)
ભાજપે મંગળવારે લોકસભા ચૂંટણીને લઈને ત્રણ રાજ્યો માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી. જેમાં મધ્યપ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે. તમામ રાજ્યોમાં ભાજપના 40-40 દિગ્ગજ નેતાઓના નામ છે.
/connect-gujarat/media/post_attachments/d46391a6d48fa23ac8978190cd496286e0754cfbf3edf9fe730c65f52b8ee210.webp)
પીએમ મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ત્રણેય રાજ્યોમાં જાહેર સભાઓ કરશે.તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીએ લોકસભા ચૂંટણીને લઈને પશ્ચિમ બંગાળમાં તેના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. તૃણમૂલ કોંગ્રેસે પોતાના સ્ટાર પ્રચારકોની યાદીમાં 40 નેતાઓના નામ સામેલ કર્યા છે, જેમાં પાર્ટી સુપ્રીમો અને રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જીનું નામ ટોચ પર છે. જો કે, પાર્ટીના ફાયરબ્રાન્ડ નેતા મહુઆ મોઇત્રાનું નામ તેમાં નથી.
Latest Stories