લોકસભા ચૂંટણીનું આજે પરિણામ,સવારે 8 વાગ્યાથી મતગણતરીનો થશે પ્રારંભ

45 દિવસ સુધી ચાલનારા લોકશાહીના મહાન પર્વનો આજે નિર્ણાયક દિવસ છે. આજે લોકસભા ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. આજે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. મતગણતરી બાદ જીત-હારની તસવીરો સ્પષ્ટ થશે

New Update
Lok Sabha election

45 દિવસ સુધી ચાલનારા લોકશાહીના મહાન પર્વનો આજે નિર્ણાયક દિવસ છે. આજે લોકસભા ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. આજે પરિણામો પરથી ખબર પડશે કે કેન્દ્રમાં મોદી સરકાર રહેશે કે ઈન્ડિયા ગઠબંધન કંઈક નવાજૂની કરશે. આજે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. મતગણતરી બાદ જીત-હારની તસવીરો સ્પષ્ટ થશે. આજે દેશની લગભગ 55 પાર્ટીઓના 8360 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થવા જઈ રહ્યો છે. લોકસભા ચૂંટણી 2024માં સાત તબક્કામાં મતદાન થયું હતું. આજે લોકસભાની તમામ 543 બેઠકો પર મતદાનના પરિણામો આવી રહ્યા છે.

દિલ્હી સહિત દેશના કુલ 22 રાજ્યોમાં એક જ તબક્કામાં મતદાન થયું હતું. મહારાષ્ટ્ર અને જમ્મુ-કાશ્મીરમાં પાંચ તબક્કામાં મતદાન થયું હતું, જ્યારે ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળમાં તમામ સાત તબક્કામાં મતદાન થયું હતું. કર્ણાટક, રાજસ્થાન, ત્રિપુરા અને મણિપુરમાં બે તબક્કામાં મતદાન થયું હતું. જ્યારે છત્તીસગઢ અને આસામમાં ત્રણ તબક્કામાં અને ઓડિશા, મધ્યપ્રદેશ અને ઝારખંડમાં ચાર તબક્કામાં મતદાન થયું હતું.

Latest Stories