Connect Gujarat
દેશ

લોકસભા ચૂંટણી : ભાજપ લોકસભા ચૂંટણીમાં 33% વધારે મહિલા ઉમેદવારને તક આપે એવી શક્યતા

લોકસભા ચૂંટણી : ભાજપ લોકસભા ચૂંટણીમાં 33% વધારે મહિલા ઉમેદવારને તક આપે એવી શક્યતા
X

લોકસભા ચૂંટણીમાં ભાજપ સૌથી વધુ મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતારવાની તૈયારી કરી રહ્યો છે. પક્ષની કોર કમિટીની બુધવારે મળેલી બેઠકમાં આ અંગે સંમતિ સધાઈ છે. કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ, સ્મૃતિ ઇરાની સહિત વિક્રમી સંખ્યામાં મહિલાઓને ચૂંટણી લડાવવા મુદ્દે બેઠકમાં મનોમંથન કરાયું હતું.

એક વરિષ્ઠ નેતાએ કહ્યું હતું કે આ વખતે મહિલા ઉમેદવારોની સંખ્યા ગત ચૂંટણી કરતાં 33% વધુ રહેશે. 2019માં 53 મહિલાએ ભાજપની ટિકિટ પરથી લોકસભા ચૂંટણી લડી હતી. 33%થી વધુના હિસાબે 70 મહિલાને ટિકિટ મળી શકે છે.

આ પહેલાં કોર કમિટીની બેઠકમાં 23 રાજ્યના સંભવિત ઉમેદવારની યાદી મુકાઈ હતી. નવા ચહેરા અંગે પણ ચર્ચા થઈ. યુતિની ચર્ચા ચાલી રહી છે, ત્યાં ઉમેદવારનાં નામો પછીથી જાહેર કરવાનો પણ બેઠકમાં નિર્ણય લેવાયો હતો. નવી દિલ્હીમાં ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળશે. તેમાં 180 ઉમેદવારનાં નામ નક્કી કરી દેવાશે. પહેલી યાદી આ અઠવાડિયામાં જ આવી જશે.

Next Story