Connect Gujarat
દેશ

લોકસભા ચૂંટણી: હેલિકોપ્ટર કે ચાર્ટર્ડ ફ્લાઈટ્સમાં આવતા તમામ સામાન પર કડક નજર રાખશે ચૂંટણી પંચ

લોકસભા ચૂંટણી: હેલિકોપ્ટર કે ચાર્ટર્ડ ફ્લાઈટ્સમાં આવતા તમામ સામાન પર કડક નજર રાખશે ચૂંટણી પંચ
X

ચૂંટણી પંચે આગામી લોકસભા ચૂંટણી માટે તારીખોની જાહેરાત કરી દીધી છે. દેશમાં સાત તબક્કામાં લોકસભા ચૂંટણી થશે અને 4 જૂને દેશભરમાં પરિણામ જાહેર થશે. ત્યારે 2024 લોકસભા ચૂંટણીમાં નફરતી ભાષણ, ભ્રામક પ્રચાર, ફેક ન્યૂઝ અને મીડિયાના દુરપયોગ પર ચૂંટણી પંચ કડક નજર રાખશે. દેશના દરેક બંદરો, એરપોર્ટ, રેલ્વે સ્ટેશન, રોડવેઝ પર કડક દેખરેખ રાખવામાં આવશે.

જ્યાં હેલિકોપ્ટર અથવા ચાર્ટર્ડ ફ્લાઈટ્સ ઉતરે છે, ત્યાં પણ તમામ સામાનની અવર-જવર પર તપાસ થશે. આ સાથે જ ચૂંટણી પંચે આચારસંહિતાના ઉલ્લંઘનને રોકવા માટે Cvigil એપ્લિકેશનમાં પણ મોટા ફેરફાર કર્યા છે, જેના દ્વારા તમે આચારસંહિતા ઉલ્લંઘનની લાઈવ ફરિયાદ કરી શકો છો.મુખ્ય ચૂંટણી કમિશનર મુજબ 2024 લોકસભા ચૂંટણીને પૂર્ણ કરવા માટે 2100થી વધારે સુપરવાઇઝર નિયુક્ત કરવામાં આવશે, જે ચૂંટણી પંચની આંખ અને કાનનું કામ કરશે. સાથે જ ભયમુક્ત ચૂંટણી કરાવવા માટે પોલીસ અને અર્ધલશ્કરી દળની મદદ કરવામાં આવશે.મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે હિમાલયથી દરિયા સુધી અને રણ વિસ્તારથી વરસાદવાળા પૂર્વોત્તર સુધીના બૂથો પર એક સરખી સુવિધા હશે. તેમને કહ્યું કે જો બૂથ પર વૃદ્ધો અને દિવ્યાંગ આવશે તો તેને પંચના સ્વયંસેવકો તેમને સહયોગ કરશે. કેવાયસી, વોટર હેલ્પ લાઈનથી બૂથ, ઉમેદવારોની જાણકારી મળશે.

Next Story