Connect Gujarat
દેશ

હૃદય રોગના હુમલાના કારણે માફિયા ડોન મુખ્તાર અંસારીનું મોત

હૃદય રોગના હુમલાના કારણે માફિયા ડોન મુખ્તાર અંસારીનું મોત
X

યુપીના કુખ્યાત માફિયા ડોન મુખ્તાર અંસારીનું સારવાર દરમિયાન મોત થયુ છે. તેને ગુરુવારે રાત્રે હાર્ટ એટેક આવ્યો હતો અને સારવાર માટે આઈસીયુમાં ભર્તી કરવામાં આવ્યો હતો. આ સારવાર દરમિયાન જ મુખ્તાર અંસારીને બીજો હાર્ટ એટેક આવી જતા તેનુ મોત થયુ છે.બાંદા જેલમાં બંધ માફિયા ડોન મુખ્તાર અન્સારીનું મૃત્યુ થયું છે. મુખ્તારને જેલમાં હાર્ટ એટેક આવ્યા બાદ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેમની હાલત અત્યંત ગંભીર જણાતા તેમને પહેલા ICU અને પછી CCUમાં દાખલ કરવામાં આવ્યો હતો. મુખ્તાર અંસારીના મોતના સમાચાર બાદ મઉ અને ગાઝીપુરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે જેલમાં બેહોશ થયા બાદ મુખ્તાર અંસારીને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતો. 9 ડોકટરોની ટીમ સતત તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી હતી પરંતુ તેમની તબિયતમાં કોઈ સુધારો થયો ન હતો.તમને જણાવી દઈએ કે મુખ્તાર અંસારીને રાત્રે લગભગ 9 વાગે હાર્ટ એટેક આવ્યો હતો અને તેઓ બેભાન થઈ ગયો હતો. આ પછી, તેને તાત્કાલિક મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો. આ સમાચાર આવ્યા બાદ મુખ્તારનો પરિવાર ગાઝીપુરથી બાંદા માટે રવાના થઈ ગયો છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને બાંદા જેલની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.

Next Story