/connect-gujarat/media/post_banners/6c5226a756afbe69c8abe5f35ea3ecbf71d764901e853e33800da756469cfabd.webp)
હાઇવેના સમૃદ્ધિ મહામાર્ગ ત્રીજા તબક્કાના કામ દરમિયાન એક મોટો અકસ્માત થયો છે. થાણે નજીક શાહપુર તાલુકાના સરલામ્બે ખાતે પુલના કામ દરમિયાન એક ગર્ડર મશીન તૂટી પડ્યું હતું. જેના કારણે 15 થી 20 લોકોના મોત થયા છે. ચારથી પાંચ લોકો ઘાયલ થયા છે. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના વડા પ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રની મુલાકાતે આવવાના હતા તેના કલાકો પહેલાં બની હતી.
સમૃદ્ધિ હાઈવેના ત્રીજા તબક્કાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. સમૃદ્ધિ હાઇવેનું કામ રાત્રીના સમયે પણ ચાલુ હતું ત્યારે આ કમનસીબ ઘટના બની હોવાનું જણાયું છે. આ ઘટના શાહપુર સરલામ્બેમાં બની હતી. સલામતીના કોઈ પગલાં ન હોવાને કારણે મજૂરોનું કરૂણ મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, ગર્ડર મશીનને જોડતી ક્રેન અને સ્લેબ સો ફૂટની ઊંચાઈએથી મજૂરો પર પડ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર શાહપુર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 15 મૃતદેહો લાવવામાં આવ્યા છે. ત્રણથી ચાર લોકો ઘાયલ છે અને તેમની સારવાર ચાલી રહી છે. મૃત્યુઆંક હજુ વધે તેવી શક્યતા છે. અંધારું હોવાથી, મશીનોના ગર્ડરની નીચે કેટલા લોકો દટાયા હતા અથવા મૃતકોની ચોક્કસ સંખ્યા કહી શકાય તેમ નહોતું.
દેવેન્દ્ર ફડનીસના મહત્વના પ્રોજેક્ટ સમૃદ્ધિ હાઈવેના બે તબક્કા શરૂ થઈ ગયા છે. હાલમાં નાગપુરથી ઇગતપુરી સુધી સમૃદ્ધિ હાઇવે ચાલી રહ્યો છે. સમૃદ્ધિ હાઇવેનો છેલ્લો અને ત્રીજો તબક્કો ડિસેમ્બર 2023 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે. આ સો કિલોમીટરનો છે. ડિસેમ્બર 2022 માં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શિરડી અને નાગપુર વચ્ચે 520 કિલોમીટર લાંબા સમૃદ્ધિ હાઇવેના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું હતું. તે પછી, પ્રોજેક્ટના બીજા તબક્કાનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ દ્વારા કરવામાં આવ્યું હતું. ઇગતપુરી તાલુકાના નાગપુરથી ભરવીર ગામ સુધીનો કુલ 600 કિમીનો રસ્તો ખુલ્લો મુકાયો છે.