મહારાષ્ટ્ર : મુકેશ અંબાણીએ વાજતે-ગાજતે કર્યું ગણપતિ બાપાનું સ્વાગત, બોલિવૂડ સેલેબ્સની સાથે રાજનીતિની અનેક મોટી હસ્તીઓ રહ્યા હાજર

author-image
By Connect Gujarat
New Update
મહારાષ્ટ્ર : મુકેશ અંબાણીએ વાજતે-ગાજતે કર્યું ગણપતિ બાપાનું સ્વાગત, બોલિવૂડ સેલેબ્સની સાથે રાજનીતિની અનેક મોટી હસ્તીઓ રહ્યા હાજર

મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થીની ઉજવણી ખૂબ જ ધામધૂમ સાથે કરવામાં આવી રહી છે. માયા નગરી મુંબઈમાં પણ સેલેબ્સ તેમના ઘરે ગણપતિ બાપાનું ભવ્ય સ્વાગત કરી રહ્યા છે. આ દરમિયાન દેશના સૌથી મજબૂત વ્યક્તિત્વ એટલે કે મુકેશ અંબાણીએ પણ ગણેશ ચતુર્થી નિમિત્તે તેમના વૈભવી ઘર એન્ટિલિયાને સુંદર રીતે શણગાર્યું હતું અને વાજતે ગાજતે ભગવાન ગણપતિનું સ્વાગત કર્યું હતું. જે બાદ બોલિવૂડ સેલેબ્સની સાથે રાજનીતિની અનેક મોટી હસ્તીઓ ગણપતિ બાપાના આશીર્વાદ લેવા પહોંચી હતી.

Advertisment

અંબાણીના ઘરે ગણપતિના દર્શન કરવા પહોંચ્યા હતા. માનવ મંગલાણીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આનો એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે રાજ ઠાકરે તેમના આખા પરિવાર સાથે મુકેશ અંબાણીના ઘરે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમનો પુત્ર અમિત ઠાકરે પણ પત્ની સાથે જોવા મળ્યા હતા.

સોશિયલ મીડિયા પર સામે આવેલા આ વીડિયોમાં રાજ ઠાકરે ગણપતિ બાપાના દર્શન કરીને પોતાના ઘરે પરત ફરતા જોવા મળે છે. મુકેશ અંબાણી પોતે તેમને મૂકવા ગેટ પર પહોંચ્યા હતા. આ દરમિયાન દરેક લોકો ટ્રેડિશનલ લુકમાં જોવા મળે છે. મુકેશ અંબાણી અને રાજ ઠાકરેએ મીડિયાને એકસાથે ઘણી તસવીરો પણ આપી હતી.

Advertisment