મહારાષ્ટ્ર: પુણેમાં ઝીકા વાયરસના વધતા કેસથી ફફડાટ, 6 કેસ નોંધાયા

મહારાષ્ટ્રના પુણેમાં ઝિકા વાઇરસના કેસ વધી રહ્યા છે. 1 જુલાઈના રોજ બે ગર્ભવતી મહિલાઓમાં વાઇરસની પુષ્ટિ થતાં છેલ્લા 11 દિવસમાં દર્દીઓની સંખ્યા વધીને 6 થઈ ગઈ છે.

ઝીકા વાયરસ
New Update

મહારાષ્ટ્રના પુણેમાં ઝિકા વાઇરસના કેસ વધી રહ્યા છે. 1 જુલાઈના રોજ બે ગર્ભવતી મહિલાઓમાં વાઇરસની પુષ્ટિ થતાં છેલ્લા 11 દિવસમાં દર્દીઓની સંખ્યા વધીને 6 થઈ ગઈ છે. આ બંને નવા કેસ એરંડવાનેમાં મળી આવ્યા છે. 21 જૂનના રોજ પુણેના એક ડૉક્ટરમાં ઝિકા વાઇરસનો પહેલો કેસ જોવા મળ્યો હતો.

આ પછી તેની 15 વર્ષની પુત્રી પણ સંક્રમિત જોવા મળી હતી. બંને એક જ વિસ્તારમાં રહે છે જ્યાં 2 નવા કેસ મળી આવ્યા છે.ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ આરોગ્ય વિભાગે અસરગ્રસ્ત વિસ્તારમાંથી અનેક સેમ્પલ લીધા હતા. આ ઉપરાંત અહીં દવાઓનો છંટકાવ અને ફોગિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી ચેપને ફેલાતો અટકાવી શકાય.

Here are a few more articles:
Read the Next Article