/connect-gujarat/media/media_files/2025/08/15/fb-2025-08-15-21-28-37.jpg)
દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં 15 ઓગસ્ટ 2025, શુક્રવારના રોજ હુમાયુના મકબરા પર મોટી દુર્ઘટના બની હતી. જેમાં પાંચ લોકોના મોત થયા હતા.
મૃતકોમાં ત્રણ મહિલાઓ અને બે પુરુષોનો સમાવેશ થાય છે. વાસ્તવમાં, ફતેહ શાહ દરગાહનો એક હિસ્સો મકબરા પરિસરની પાછળની બાજુએ તૂટી પડ્યો હતો. વરસાદને કારણે કેટલાક લોકો ફસાઈ ગયા હતા અને અકસ્માતમાં દટાઈ ગયા હતા. કાટમાળમાંથી 10-12 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. ઘાયલોને એઈમ્સ અને એલએનજેપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ફાયર ઓફિસર મુકેશ વર્માએ જણાવ્યું હતું કે બે રૂમ તૂટી પડ્યા હતા. તે એક નબળું અને જૂનું માળખું હતું. પાંચની સારવાર ચાલી રહી છે. બચાવ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે.મોઈન નામના મૃતકના સસરા આ ઘટના પર રડવા લાગ્યા હતા. તેમણે કહ્યું હતું કે, "મોઈન કપડાની દુકાનમાં કામ કરતો હતો. તે નમાઝ પઢવા માટે દરગાહમાં ગયો હશે. મારા બે બાળકો છે, તેમનું શું થશે. મારી દીકરીએ ફોન કરીને કહ્યું કે છત પડી ગઈ છે. મારી દીકરીની હાલત ખરાબ છે."