New Update
/connect-gujarat/media/post_banners/7f94d2ace17b77105b50b3248fe91de755a6bcfe560bf3d479d9d069c2012006.webp)
છત્તીસગઢના સુકમા જિલ્લામાં મોટો નક્સલી હુમલો થયો છે. જેમાં DRG ના 3 જવાન શહીદ થઇ ગયા છે. જ્યારે 2 જવાન ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને સુકમા જિલ્લા હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. શનિવારે સવારે નક્સલીઓએ સુકમા જિલ્લાના ઘોર નક્સલ પ્રભાવિત વિસ્તારમાં જગરગુંડા અને કન્દેડની વચ્ચે પેટ્રૉલિંગ કરતી જવાનોની ટીમ પર હુમલો કર્યો હતો.
જવાનો પર આ દરમિયાન નક્સલીઓએ તાબડતોડ ફાયરિંગ કર્યુ હતુ, જોકે, બાદમાં જવાનોએ મોરચો સંભાળી લીધો અને જોરદાર જવાબ આપ્યો હતો. પરંતુ આ દરમિયાન નક્સલી સામે લડતા લડતા DRG ના 3 જવાનોને ગોળી વાગી ગઇ હતી, અને ઘટનાસ્થળ પર જ તેઓનો મોત થઇ ગયુ હતુ, વળી, આ હુમલામાં 2 જવાનો ગોળી વાગવાથી ઘાયલ થયા હતા. જેને હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા.
Latest Stories