New Update
/connect-gujarat/media/post_banners/ba5bcb97e09ba3dce4cbcfe8f07512ec8e158ed7ab8ab6c187f1507a9d8e1a71.webp)
નવા વર્ષની સાંજ સુધીમાં મણિપુરમાં હિંસાની ઘટનાઓ બની હતી. સોમવારે (જાન્યુઆરી 1), થૌબલ જિલ્લામાં કથિત રીતે ત્રણ લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી અને અન્ય પાંચ ઘાયલ થયા હતા, જેના પગલે રાજ્યના પાંચ જિલ્લાઓમાં ફરી કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો હતો.
સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર અધિકારીઓએ જણાવ્યું કે હુમલાખોર બંદૂકધારીઓની હજુ સુધી ઓળખ થઈ નથી. બંદૂકધારીઓ લિલોંગ ચિંગજાઓ વિસ્તારમાં પહોંચ્યા અને સ્થાનિક લોકોને નિશાન બનાવીને ગોળીબાર કર્યો હતો. જેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
Latest Stories