માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર બન્યા ડીપફેકનો શિકાર, જુઓ વિડીયો

New Update
માસ્ટર બ્લાસ્ટર  સચિન તેંડુલકર બન્યા ડીપફેકનો શિકાર, જુઓ વિડીયો

વિશ્વ ક્રિકેટ પર દસકાથી રાજ કરનાર મહાન બેટ્સમેન સચિન તેંડુલકરને આજે કોઈ ઓળખની જરૂર નથી. જે આજે ખુબ ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેના કારણે તેમને દુખ પહોંચ્યું છે. માસ્ટર બ્લાસ્ટર ડીપફેકના શિકાર બનતા તેને પોતાના ફેન્સને સતર્ક કર્યા છે.

છેલ્લા ઘણા સમયથી મોટી મોટી સેલિબ્રિટીઝ અને ક્રિકેટર ડીપ ફેકનો શિકાર બની રહ્યાં છે. ત્યારે સચિન તેંદુલકરે પોતાના ઓફિયલ અકાઉન્ટ પરથી વીડિયો શેર કરતા લોકોને કહ્યું કે વાયરલ થઈ રહેલો વીડિયો ફેક છે અને પોતાના ફેન્સને પણ સતર્ક રહેવાની સલાહ આપી છે. બોલિવૂડ એક્ટ્રેસનો ડીપફેક વીડિયો વાયરલ થયા બાદ હવે આ રેલો ક્રિકેટ સુધી પહોંચ્યો છે. ડિપફેકનો શિકાર બીજુ કોઈ નહી પણ હવે સચિન તેંડુલકર બન્યા છે. આ વીડિયોમાં સચિન તેંડુલકર એક એપને પ્રમોટ કરતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં સચિન તેંડુલકરના અવાજને ડબ કરીને AIની મદદથી ફેક વીડિયો બનાવવામાં આવ્યો છે. જે વીડિયો સોશિયલ મીડિયામાં આગની જેમ વાઈરલ થઈ રહ્યો છે.

Read the Next Article

આકાશ દીપ એ પોતાની કારકિર્દીમાં પહેલી વાર કર્યું આવું પરાક્રમ, નાઈટવોચમેન તરીકે ઈંગ્લિશ બોલરોને પરસેવો પાડી દીધો

આકાશ દીપ પોતાની શાનદાર બોલિંગ માટે જાણીતો છે. હવે ઈંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટ મેચમાં, તેણે પોતાની બોલિંગથી નહીં પણ પોતાની બેટિંગથી બધાને પ્રભાવિત કર્યા છે.

New Update
10

આકાશ દીપ પોતાની શાનદાર બોલિંગ માટે જાણીતો છે. હવે ઈંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટ મેચમાં, તેણે પોતાની બોલિંગથી નહીં પણ પોતાની બેટિંગથી બધાને પ્રભાવિત કર્યા છે.

ઈંગ્લેન્ડ સામેની બીજી ઇનિંગમાં કેએલ રાહુલ અને સાઈ સુદર્શન શરૂઆતમાં આઉટ થઈ ગયા હતા. આ પછી, આકાશ દીપ ને નાઈટવોચમેન તરીકે મોકલવામાં આવ્યો અને તેણે પોતાની બેટિંગથી બધાનું દિલ જીતી લીધું. તે ઘાતક ઈંગ્લિશ બોલરો સામે અડગ રહ્યો.

આકાશ દીપ અત્યાર સુધી 78 બોલમાં 51 રન બનાવી ચૂક્યો છે, જેમાં 9 ચોગ્ગાનો સમાવેશ થાય છે. તેણે બેટિંગ કરતી વખતે કોઈ ઉતાવળ બતાવી નથી અને સુનિયોજિત બેટિંગનો નમૂનો રજૂ કર્યો છે. આકાશ દીપ 2011 પછી નાઈટવોચમેન તરીકે ફિફ્ટી પ્લસ બનાવનાર પ્રથમ ભારતીય બન્યો છે. તેમના પહેલા, અમિત મિશ્રાએ 2011 માં નાઈટવોચમેન તરીકે 84 રનની ઇનિંગ રમી હતી. અમિત પછી, કોઈ પણ ભારતીય 14 વર્ષ સુધી નાઈટવોચમેન તરીકે ફિફ્ટી પ્લસ બનાવી શક્યો ન હતો. હવે આકાશ દીપ એ આ અદ્ભુત સિદ્ધિ મેળવી છે.

આ મેચ પહેલા આકાશ દીપનો ટેસ્ટ ક્રિકેટમાં શ્રેષ્ઠ સ્કોર 31 રન હતો. હવે તેણે તેને પાછળ છોડી દીધું છે અને તેની ટેસ્ટ કારકિર્દીની પહેલી અડધી સદી ફટકારી છે. તેણે ભારતીય ટીમ માટે અત્યાર સુધી 10 મેચ રમી છે, જેમાં તેના બેટથી 150 રન આવ્યા છે. આ ઉપરાંત, તેણે 27 વિકેટ પણ લીધી છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં, આકાશ દીપ એ 40 મેચમાં 574 રન બનાવ્યા હતા, જેમાં એક અડધી સદીનો સમાવેશ થાય છે. તે જ સમયે, તેણે 28 લિસ્ટ-એ મેચમાં 140 રન બનાવ્યા હતા.

પાંચમી ટેસ્ટ મેચમાં, ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતી વખતે 224 રન બનાવ્યા હતા. આ પછી, ઇંગ્લેન્ડે 247 રન બનાવ્યા. ઇંગ્લેન્ડને પ્રથમ ઇનિંગ્સના આધારે 23 રનની લીડ મળી. આ પછી, ભારતીય ટીમે અત્યાર સુધીમાં 2 વિકેટ ગુમાવીને 167 રન બનાવ્યા છે. યશસ્વી જયસ્વાલ અને આકાશ દીપ ક્રીઝ પર છે.

Latest Stories