માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર બન્યા ડીપફેકનો શિકાર, જુઓ વિડીયો

માસ્ટર બ્લાસ્ટર  સચિન તેંડુલકર બન્યા ડીપફેકનો શિકાર, જુઓ વિડીયો
New Update

વિશ્વ ક્રિકેટ પર દસકાથી રાજ કરનાર મહાન બેટ્સમેન સચિન તેંડુલકરને આજે કોઈ ઓળખની જરૂર નથી. જે આજે ખુબ ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેના કારણે તેમને દુખ પહોંચ્યું છે. માસ્ટર બ્લાસ્ટર ડીપફેકના શિકાર બનતા તેને પોતાના ફેન્સને સતર્ક કર્યા છે.

છેલ્લા ઘણા સમયથી મોટી મોટી સેલિબ્રિટીઝ અને ક્રિકેટર ડીપ ફેકનો શિકાર બની રહ્યાં છે. ત્યારે સચિન તેંદુલકરે પોતાના ઓફિયલ અકાઉન્ટ પરથી વીડિયો શેર કરતા લોકોને કહ્યું કે વાયરલ થઈ રહેલો વીડિયો ફેક છે અને પોતાના ફેન્સને પણ સતર્ક રહેવાની સલાહ આપી છે. બોલિવૂડ એક્ટ્રેસનો ડીપફેક વીડિયો વાયરલ થયા બાદ હવે આ રેલો ક્રિકેટ સુધી પહોંચ્યો છે. ડિપફેકનો શિકાર બીજુ કોઈ નહી પણ હવે સચિન તેંડુલકર બન્યા છે. આ વીડિયોમાં સચિન તેંડુલકર એક એપને પ્રમોટ કરતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં સચિન તેંડુલકરના અવાજને ડબ કરીને AIની મદદથી ફેક વીડિયો બનાવવામાં આવ્યો છે. જે વીડિયો સોશિયલ મીડિયામાં આગની જેમ વાઈરલ થઈ રહ્યો છે.

#India #victim #video #AI #Master blaster Sachin Tendulkar
Here are a few more articles:
Read the Next Article