Connect Gujarat
દેશ

મેક્સવેલની બેવડી સદી, અફઘાનિસ્તાન સામે ઑસ્ટ્રેલિયાએ 3 વિકેટથી મેળવી શાનદાર જીત

મેક્સવેલની બેવડી સદી, અફઘાનિસ્તાન સામે ઑસ્ટ્રેલિયાએ 3 વિકેટથી મેળવી શાનદાર જીત
X

ગ્લેન મેક્સવેલની બેવડી સદીની મદદથી ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન સામે 3 વિકેટે રોમાંચક વિજય હાંસલ કર્યો હતો. મંગળવારે ટીમે 91 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી મેક્સવેલે કમિન્સ સાથે આઠમી વિકેટ માટે અણનમ 201 રનની રેકોર્ડ ભાગીદારી કરીને સૌથી મોટા રનને ચેઝ કર્યો હતો.

અફઘાનિસ્તાને વાનખેડે સ્ટેડિયમમાં ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું.ટીમે 50 ઓવરમાં 5 વિકેટે 291 રન બનાવ્યા હતા. ઓપનર ઇબ્રાહિમ ઝદરાને 129 રનની અણનમ ઇનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયાએ 292 રનનો ટાર્ગેટ 46.5 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. ટીમ તરફથી ગ્લેન મેક્સવેલે બેવડી સદી ફટકારી હતી.

ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાનને હરાવીને સેમિફાઈનલ માટે ક્વોલિફાય કર્યું હતું, જ્યારે અફઘાનિસ્તાનની ક્વોલિફાય થવાની આશા હવે ઘણી ઓછી હતી. ઓસ્ટ્રેલિયાના 8 મેચમાં 6 જીતથી 12 પોઈન્ટ છે અને ટીમ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. જ્યારે અફઘાનિસ્તાનના 8 મેચમાં 4 જીતથી 8 પોઈન્ટ છે અને ટીમ છઠ્ઠા સ્થાને યથાવત છે.

Next Story