New Update
/connect-gujarat/media/media_files/2025/12/14/scs-2025-12-14-22-15-02.jpg)
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મેસ્સી અને સચિનની મુલાકાત થઇ હતી. પોત પોતાની ગેમના આ બે મહાન પ્લેયરને એક સાથે જોઈને ફેન્સ ખુબ એક્સાઈટમેન્ટમાં આવી ગયા હતા.
મહાન ફૂટબોલર લિયોનેલ મેસ્સી અત્યારે ભારતની ત્રણ દિવસની મુલાકાતે છે. તેનો "ગોટ ઇન્ડિયા ટૂર" 13 ડિસેમ્બરથી શરૂ થયો હતો અને ત્રણ દિવસ સુધી ચાલશે. તેના પ્રવાસના પહેલા દિવસે મેસ્સીએ કોલકાતા અને હૈદરાબાદની મુલાકાત લીધી હતી. આજે તે મુંબઈના પ્રવાસે છે. જ્યાં તેને અનેક સેલિબ્રિટી સાથે મુકલાત કરી હતી. તેનો કાર્યક્રમ વાનખેડે સ્ટેડિયમમાં હતો. અહિંયા તે ક્રિકેટના દિગ્ગજ સચિન સાથે પણ મુકલાત કરી હતી.ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરે આર્જેન્ટિનાના ફૂટબોલ આઇકોન લિયોનેલ મેસ્સીને 2011 વર્લ્ડ કપની 10 નંબરની જર્સી ભેટમાં આપી હતી અને તેને મુંબઈ અને ભારત માટે ગોલ્ડન મુવમેન્ટ ગણાવી હતી. સચિન તેંડુલકરે વાનખેડે સ્ટેડિયમમાં મેસ્સીને ગળે પણ લગાવ્યો હતો.આ મુલાકાત દરમિયાન સચિનને લિયોનેલ મેસ્સીએ ફૂટબોલ ભેટમાં આપ્યો હતો. આ બંને લેજન્ડને સાથે જોઈને ફેંન્સમા ખુબ એક્સાઈટમેન્ટ આવી ગઈ હતી. આ બંને પ્લેયરે પોતાની ગેમમાં ખુબ મોટી ફેમ હાંસિલ કરી છે. જે રીતે મેસી ફૂટબોલમાં ગ્રેટ છે એવી રીતે સચિન પણ ક્રિકેટમાં ગ્રેટ ગણાય છે.
Latest Stories