/connect-gujarat/media/media_files/2025/07/13/varsad-2025-07-13-10-57-13.jpg)
હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં અને દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે.
બંગાળીની ખાડીમાં પણ એક સિસ્ટમ આકાર લઇ રહી છે. જેની અસરથી 16 ઓગસ્ટ બાદ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનું અનુમાન છે. આજે ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ઝોનમાં વરસાદ શરૂ થયો છે.
હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આજે જ દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદ શરૂ થઇ ગયો છે. દક્ષિણ ગુજરાતના જિલ્લામાં આજે ભારે વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગે બંને જિલ્લા નવસારી, વલસાડ, સુરત અને તાપી, નર્મદા, ભરૂચ, ડાંગમાં ભારે વરસાદનું ઓરેંજ એલર્ટ જાહેર કર્યું છે. દમણ અને દાદરાનગરમાં પણ આજે ભારે વરસાદનું અનુમાન છે. આ વિસ્તારમાં ભારે વરસાદની શક્યતાને જોતા હવામાન વિભાગે દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. જેમાં રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે અમરેલીઅને ભાવનગરમાં યેલો એલર્ટ જાહેર કર્યું છે. ગુજરાતમાં ફરી એકવાર મોનસૂન એક્ટિવ થતાં આગામી દિવસમો પણ સાર્વત્રિક વરસાદનું અનુમાન છે. 16 ઓગસ્ટથી 23 ઓગસ્ટ સુધી ગુજરાતના મોટાભાગને આવરી લેતી મેઘમલ્હાર જોવા મળે તેવા સંકેત છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 12થી 14 ઓગસ્ટ સુધી ભારે પવનની સાથે વરસાદની શક્યતાને જોતા માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઇ છે.