ગુજરાત સહિત દેશના ઘણા રાજ્યો હાલમાં કડકડતી ઠંડીની લપેટમાં છે. રાજસ્થાન અને હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં તાપમાન લગભગ શૂન્ય ડિગ્રી સુધી પહોંચી ગયું છે. જોકે દિલ્હી-NCRમાં બપોરના સમયે તડકાના કારણે લોકોને થોડી રાહત મળી છે. કોલ્ડવેવ અને ગાઢ ધુમ્મસને જોતા હવામાન વિભાગ (IMD) એ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં હિમવર્ષાના કારણે તાપમાનમાં ભારે ઘટાડો થઈ શકે છે.
નોંધનિય છે કે, મેદાની વિસ્તારોમાં પણ તાપમાન 40 ડિગ્રીએ પહોંચી ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સપ્તાહના અંતમાં દિલ્હી-NCRમાં વરસાદની સંભાવના છે. હિમાચલ પ્રદેશ, પંજાબ, રાજસ્થાન, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના જુદા જુદા વિસ્તારોમાં આગામી કેટલાક દિવસો સુધી ઠંડીનું મોજું ચાલુ રહેશે. હવામાન વિભાગે શનિવારે કેટલીક જગ્યાએ હળવો વરસાદ અથવા હિમવર્ષા થવાની આગાહી કરી છે.
હવામાન વિભાગએ કરી આગાહી, સપ્તાહના અંતમાં દિલ્હી-NCRમાં વરસાદની સંભાવના
ગુજરાત સહિત દેશના ઘણા રાજ્યો હાલમાં કડકડતી ઠંડીની લપેટમાં છે. રાજસ્થાન અને હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં તાપમાન લગભગ શૂન્ય ડિગ્રી સુધી પહોંચી ગયું છે.
New Update
Latest Stories