માઇક્રોસોફ્ટે આઉટલુક લાઇટમાં સ્થાનિક ભાષાને લગતી નવી સુવિધાઓ કરી શરૂ

New Update
માઇક્રોસોફ્ટે આઉટલુક લાઇટમાં સ્થાનિક ભાષાને લગતી નવી સુવિધાઓ કરી શરૂ

માઇક્રોસોફ્ટે આઉટલુક લાઇટમાં સ્થાનિક ભાષાને લગતી નવી સુવિધાઓ શરૂ કરી છે. આઉટલુક લાઇટ એ એક ઇમેઇલ અને SMS એપ્લિકેશન છે જે ખાસ કરીને ભારતીય યુઝર્સ માટે તૈયાર કરવામાં આવી છે. જે તેમને એક જ જગ્યાએ ઇમેઇલ અને SMS મેનેજ કરવાનો વિકલ્પ આપે છે.

Advertisment

આઉટલુક લાઇટ દ્વારા માઇક્રોસોફ્ટ આઉટલુકની તમામ મહત્વપૂર્ણ સુવિધાઓ નાની એપ્લિકેશનમાં પ્રદાન કરવામાં આવે છે. આ કોઈપણ નેટવર્ક પરના નાના ડિવાઇસ પર ઝડપી કામગીરીની ખાતરી આપે છે. નાની એપ્લિકેશન હોવા ઉપરાંત આઉટલુક લાઇટને ઉભરતા બજારના યુઝર્સની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે. આ દિશામાં આગળ વધીને આઉટલુક લાઇટમાં બે નવા ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે. હવે આઉટલુક લાઇટમાં યુઝર્સને સ્થાનિક ભારતીય ભાષાઓ અને SMS માટે પણ સપોર્ટ આપવામાં આવ્યો છે, જેના કારણે ભારતીય યુઝર્સ વધુ અસરકારક રીતે વાતચીત કરી શકશે.

આઉટલુક લાઇટમાં સ્થાનિક ભાષાઓમાં વૉઇસ ટાઇપિંગ, ટ્રાન્સલિટરેશન અને ઇમેઇલ વાંચવા જેવી ઘણી સુવિધાઓ પ્રદાન કરવામાં આવી છે, જે તેને ભારતીય યુઝર્સની જરૂરિયાતો અનુસાર વધુ સમાવિષ્ટ અને અસરકારક બનાવે છે. આ ફીચર્સની મદદથી યુઝર્સ પોતાની પસંદની ભાષામાં ઈમેલ લખી અને વાંચી શકશે.

Advertisment