/connect-gujarat/media/media_files/2025/01/02/Kz4m6ddh8uqpGGlePEjC.jpg)
યુવા અને રમત મંત્રાલયે એથ્લેટ્સની યાદી જાહેર કરી છે જેમને ખેલ રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવશે. મનુ ભાકર, ડી ગુકેશ ઉપરાંત પ્રવીણ કુમારને પણ મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. પેરિસ ઓલિમ્પિક 2024માં હૉકી ટીમ માટે પોતાની કેપ્ટનશીપમાં બ્રૉન્ઝ મેડલ જીતનારા હરમનપ્રીત સિંહને પણ ખેલ રત્ન આપવામાં આવશે.
સમિતિઓ દ્વારા કરાયેલી ભલામણોના આધારે સરકારે મનુ ભાકર, ડી ગુકેશ, હરમનપ્રીતસિંહ અને પેરા એથ્લેટ પ્રવીણ કુમારને ખેલ રત્નથી સન્માનિત કરવાનો નિર્ણય લીધો છે. તમને યાદ અપાવી દઈએ કે થોડા દિવસો પહેલા મનુ ભાકરનું નામ ખેલ રત્ન પુરસ્કાર મેળવવા માટે ભલામણ કરાયેલી એથ્લેટ્સની યાદીમાં સામેલ ન થતાં વિવાદ ઉભો થયો હતો. જોકે, પાછળથી મનુએ પોતે સ્વીકાર્યું કે કદાચ તેમના તરફથી કોઈ ભૂલ થઈ ગઈ છે.
મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં શૂટિંગમાં 2 મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. તે એક જ ઓલિમ્પિકની સિંગલ્સ સ્પર્ધાઓમાં બે અલગ-અલગ મેડલ જીતનારી પ્રથમ ભારતીય એથ્લેટ બની હતી. આ જ રમતોમાં હરમનપ્રીત સિંહે તેની કેપ્ટનશિપ હેઠળ ભારતીય હૉકી ટીમ માટે બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. ઓલિમ્પિકમાં ભારતે સતત બીજી વખત બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. જ્યારે ડી ગુકેશ થોડા અઠવાડિયા પહેલા જ ચેસના ઈતિહાસમાં સૌથી યુવા વર્લ્ડ ચેમ્પિયન બન્યો હતો. તેણે માત્ર 18 વર્ષની ઉંમરમાં વર્લ્ડ ચેમ્પિયનનો ખિતાબ હાંસલ કર્યો હતો. પ્રવીણ કુમારે પેરાલિમ્પિક્સની T64 શ્રેણીની હાઈ-જમ્પ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તમને જણાવી દઈએ કે રમત મંત્રાલયે કુલ 32 ખેલાડીઓની યાદી જાહેર કરી છે જેમને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. જેમાં 17 પેરા એથ્લેટ્સ રાખવામાં આવ્યા છે.