Connect Gujarat
દેશ

દેશના 9.59 કરોડ પરિવારને મોદી સરકારે વધુ એક મોટી રાહત આપી, ગેસ સિલિન્ડર પર વધુ એક વર્ષ મળશે સબસિડી

દેશના 9.59 કરોડ પરિવારને મોદી સરકારે વધુ એક મોટી રાહત આપી, ગેસ સિલિન્ડર પર વધુ એક વર્ષ મળશે સબસિડી
X

દેશના 9.59 કરોડ પરિવારને મોદી સરકારે વધુ એક મોટી રાહત આપી છે. જેમાં ઉજ્જ્વલા યોજના હેઠળ ગેસ સિલિન્ડર પર વધુ એક વર્ષ સબસીડી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટના આ નિર્ણયને પગલે 9 કરોડથી વધુ પરિવારને દર મહિને 200 રૂપિયાનો ગેસ સિલિન્ડર પર ફાયદો થશે. જોકે સરકારના આ નિર્ણયથ 7680 કરોડ રૂપિયાનો બોજો વધશે. અગાઉના ચાલુ નાણાકીય વર્ષમાં 6100 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

કેન્દ્ર સરકાર દ્વારા ઉજ્વલા યોજના હેઠળ દર વર્ષે ૧૨ ગેસ સિલિન્ડર પર સબસીડી આપવામાં આવે છે જેમાં વધારો કરી અને વધુ એક વર્ષ માટે આ યોજના હેઠળ સબસીડી લંબાવી દીધી છે. સરકાર ગરીબ પરિવારની મહિલાઓને એલપીજી કનેકશન આપવા માટે મેં 2016મા પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજનાનો પ્રારંભ કર્યો હતો. જે સબસીડીની રકમ લાભાર્થીઓને જે તે બેંક ખાતામાં જ સીધી જમા કરી દેવામાં આવે છે.ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ ફોર્મેશન લિમિટેડ દ્વારા 22 મે 2022 પહેલા જ આ સબસીડી આપવામાં આવે છે.

Next Story