મોદી સરકાર 3.0: NDA ગઠબંધનની મીટિંગ બાદ મોદી અડવાણી અને મુરલી મનોહર જોશીને મળ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા છે.

New Update

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા છે.

જૂની સંસદ (બંધારણ ગૃહ)ના સેન્ટ્રલ હોલમાં સવારે 11 વાગ્યે શરૂ થયેલી બેઠકમાં 13 NDA પક્ષોના નેતાઓએ હાજરી આપી હતી. સંસદીય દાળની બેઠકમાં નરેન્દ્ર મોદીએ સંવિધાન સામે માથું ઝુકાવ્યું હતું અને કહ્યું મને નવી જવાબદારી આપવા બદલ આભાર. મારું એક જ ધ્યેય છે- ભારત માતા અને દેશનો વિકાસ. આ સાથે જ બેઠક પૂરી થયા પછી NDAના નેતાઓએ રાષ્ટ્રપતિને મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે. મોદી જૂને સાંજે વાગ્યે રાષ્ટ્રપતિ ભવનમાં ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લઈ શકે છે. સમાચાર છે કે મોદીની સાથે સમગ્ર કેબિનેટ શપથ લઈ શકે છે. NDA ની સંસદીય દળની બેઠક પૂરી થાય બાદ નરેન્દ્ર મોદીનો કાફલો પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના ઘરે મળવા માટે પહોંચ્યો હતો સાથેજ મોદીએ ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશી સાથે પણ મુલાકાત કરી હતી. મુરલી મનોહર જોશી નરેન્દ્ર મોદીનું સ્કાર્ફ આપી સન્માન કર્યું હતું.

#મોદી સરકાર 3.0 #NDA ગઠબંધન #મીટિંગ #નરેન્દ્ર મોદી #મુરલી મનોહર જોશી #રામનાથકોવિંદ
Here are a few more articles:
Read the Next Article