કેદારનાથ-બદ્રીનાથમાં દર્શન કરવા પહોંચ્યા મુકેશ અંબાણી, દાનમાં આપ્યા આટલા કરોડ રૂપિયા

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને એમડી મુકેશ અંબાણી બદ્રીનાથ અને કેદારનાથ પહોંચીને વિશેષ પૂજા અર્ચના કરી

New Update
કેદારનાથ-બદ્રીનાથમાં દર્શન કરવા પહોંચ્યા મુકેશ અંબાણી, દાનમાં આપ્યા આટલા કરોડ રૂપિયા

બદ્રીનાથ-કેદારનાથ ધામમાં પહોંચ્યા મુકેશ અંબાણી

મુકેશ અંબાણીએ બદ્રીનાથ-કેદારનાથની કરી પૂજા અર્ચના

મુકેશ અંબાણીએ મંદિર સમિતિને રૂ.5 કરોડનું આપ્યું દાન

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને એમડી મુકેશ અંબાણી બદ્રીનાથ અને કેદારનાથ પહોંચીને વિશેષ પૂજા અર્ચના કરી. આ પ્રસંગે તેમણે મંદિર સમિતિને 5 કરોડ રૂપિયાનુ દાન પણ આપ્યુ. મુકેશ અંબાણીએ બદ્રીનાથ અને કેદારનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરી.

ભારતના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન બદ્રી વિશાલના વિશેષ દર્શન માટે બદ્રીનાથ ધામ પહોંચ્યા. તેમણે ભગવાન બદ્રી વિશાલની વિશેષ પૂજા-અર્ચના કરી અને દેશની ખુશી માટે પ્રાર્થના કરી. ત્યારબાદ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી કેદારનાથ ધામ પણ ગયા અને પૂજા-અર્ચના કરી. તેમણે બદ્રીનાથ અને કેદારનાથને અઢી-અઢી કરોડ રૂપિયાનુ દાન પણ આપ્યું. કેદારનાથ પહોંચતા જ મંદિર સમિતિએ તેમનુ સ્વાગત કર્યુ. બદ્રીનાથ પહોંચતા જ બીકેટીસીના ઉપાધ્યક્ષ કિશોર પવાર અને મંદિર સમિતિના કર્મચારીઓએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેનનુ ભવ્ય સ્વાગત કર્યુ. આ દરમ્યાન ભગવાન બદ્રીના વિશાલના શ્રૃંગારમાં ઉપયોગમાં લેવામાં આવેલી તુલસીની માળા પણ મુકેશ અંબાણીને ભેટ સ્વરૂપે આપવામાં આવી

Read the Next Article

ચમોલીમાં ભારે વરસાદને કારણે 7 લોકો લાપતા, અનેક વિસ્તારોમાં વરસાદનુ એલર્ટ

જનપદના નંદા નગરમાં ભારે વરસાદને પગલે ઘણુ નુકસાન થયુ છે. ઠેર ઠેર પાણી ભરાયા છે, બીજી બાજુ કુંતરી ગામમાં અનેક ઘરો માટીના કાટમાળની ઝપેટમાં આવી ગયા છે.

New Update
CHAMOLI

ઉત્તરાખંડમાં વરસાદ કહેર બનીને તૂટી રહ્યો છે. જનપદ ચમોલીમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી આપી છે.જનપદના નંદા નગરમાં ભારે વરસાદને પગલે ઘણુ નુકસાન થયુ છે.

ઉત્તરાખંડમાં વરસાદ કહેર બનીને તૂટી રહ્યો છે. જનપદ ચમોલીમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી આપી છે.જનપદના નંદા નગરમાં ભારે વરસાદને પગલે ઘણુ નુકસાન થયુ છે. ઠેર ઠેર પાણી ભરાયા છે, બીજી બાજુ કુંતરી ગામમાં અનેક ઘરો માટીના કાટમાળની ઝપેટમાં આવી ગયા છે. આ ઘટનાને પગલે કેટલાંક લોકો લાપતા થયા છે.

મળતી માહિતી પ્રમાણે ઉત્તરાખંડના ચમોલીમાં ભારે વરસાદે કહેર વર્તાવ્યો છે. વરસાદને પગલે અનેક જગ્યાઓ પર માટી ધસવાના બનાવો બન્યા છે. તો બીજી તરફ જનપદના નંદા નગરમાં ભારે વરસાદને કારણે લોકોના જનજીવનને અસર પહોંચી છે. કુંતરી ગામમાં વરસાદને કારણે કાટમાળમાં અનેક લોકો દટાયા છે. લાપતા લોકોને શોધવા માટે સ્થળ પર નંદાનગર પોલીસ અને પ્રશાસન ટીમ પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. હાલત એટલી ભયાવહ છે કે ત્યાં સુધી પહોંચવા માટે પ્રશાસન અને પોલીસની ટીમને અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે.

ઘટનામાં 7 લોકો લાપતા

આ ઘટના અંગે સ્થાનિક લોકોનુ કહેવુ છે કે કેટલાંક લોકો ઘરમાં ફસાયા છે તો કેટલાક લોકો લાપતા પણ છે. ચમોલીમાં પ્રારંભિક સૂચના અનુસાર નગર પંચાયત નંદાનગરના વોર્ડ કુતિંર લગાફાલીમાં ભારે વરસાદને કારણે કાટમાળ ધસતા 6 મકાન ઝપેટમાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે આ ઘટનામાં 7 લોકો લાપતા થયા છે તો 2 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. મંગળવારે પણ રાજધાની દેહરાદૂન સહિત અનેક વિસ્તારોમાં વાદળ ફટવાને કારણે ભારે વરસાદે તબાહી મચાવી હતી. રાજ્યના વિવિધ ભાગોમાં પૂરના કારણે નદીઓ, ઇમારતો, રસ્તાઓ અને પુલો ધોવાઈ ગયા, જેના કારણે 15 લોકો માર્યા ગયા, 16 ગુમ થયા અને લગભગ 900 લોકો ફસાયા.