મુંબઈ : ભાંડુપ પશ્ચિમ રેલવે સ્ટેશન નજીક BESTની બસે અચાનક નિયંત્રણ ગુમાવતા સર્જાયો અકસ્માત, ત્રણ મહિલાઓ સહિત કુલ ચાર લોકોના મોત

મુંબઈ શહેરના ભાંડુપ વિસ્તારમાં સોમવારની રાતે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક વિગતો મુજબ ભાંડુપ પશ્ચિમ રેલવે સ્ટેશન નજીક સ્ટેશન રોડ પર BEST

New Update
cs

મુંબઈ શહેરના ભાંડુપ વિસ્તારમાં સોમવારની રાતે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો.

પ્રાથમિક વિગતો મુજબ ભાંડુપ પશ્ચિમ રેલવે સ્ટેશન નજીક સ્ટેશન રોડ પર BESTની બસે અચાનક નિયંત્રણ ગુમાવતા રાહદારીઓને કચડી નાખ્યા હતા. આ દુર્ઘટનામાં ત્રણ મહિલાઓ સહિત કુલ ચાર લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા, જ્યારે નવ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર રાત્રે લગભગ 9:30થી 10 વાગ્યાની વચ્ચે બસ તેના રૂટના અંતે રિવર્સ લઈ રહી હતી. તે સમયે બસ સ્ટોપ પાસે કેટલાક લોકો બસની રાહ જોઈ રહ્યા હતા. અચાનક બસ પાછળની દિશામાં ગઈ અને ત્યાં ઊભેલા તથા રસ્તા પરથી પસાર થતા લોકો તેની ઝપટમાં આવી ગયા. અકસ્માત બાદ આસપાસના લોકોએ તરત જ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં પહોંચાડ્યા. કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને પ્રશાસનની ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. 

મુંબઈ પોલીસે બસ ડ્રાઈવરને કસ્ટડીમાં લઈ લીધો છે અને તેની સામે કેસ નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ અકસ્માતનું સાચું કારણ જાણવા બસની યાંત્રિક અને ટેકનિકલ તપાસ કરવામાં આવશે. આ અકસ્માત બાદ વિસ્તારમાં ભારે અફરાતફરી ફેલાઈ ગઈ હતી. ગુસ્સે ભરાયેલા સ્થાનિક લોકોએ બસમાં તોડફોડ કરી હતી.

Latest Stories