/connect-gujarat/media/post_banners/9828ff8fc284a6f50757f6b8147ceebfc3d5c8de9f1d5769f3bb6add6ac1507f.webp)
મહારાષ્ટ્રના મુંબઈ શહેરના મહાપાલિકા માર્ગ પર આવેલ આઝાદ મેદાન નજીક મરાઠી પત્રકાર સંઘની મુખ્ય કચેરી ખાતે “ધ અનટોલ્ડ હિસ્ટરી ઓફ ખિલાફત હાઉસ” પુસ્તકની જાહેર વિમોચન વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. ગત તા. 6ઠ્ઠી સપ્ટેમ્બર, 2023ના રોજ પત્રકાર અઝીઝ મલિક રચિત પુસ્તક “ધ અનટોલ્ડ હિસ્ટરી ઓફ ખિલાફત હાઉસ”નું આરટીઆઈ કાર્યકર્તા અનિલ ગલગલીના વરદ હસ્તે પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. અઝીઝ મલિક એક પીઢ ઉર્દુ હિન્દી પત્રકાર છે. તેમને અબ્દુલ બારી ખાન દ્વારા સન્માનિત પણ કરવામાં આવ્યા છે...
પત્રકાર અઝીઝ મલિક દ્વારા લિખિત આ પુસ્તકમાં ઇ.સ. 1919માં બોમ્બેમાં પ્રથમ વખત ઈદ-એ-મિલાદના જુલૂસની ઉત્પત્તિ અંગેના સંશોધનો અને આશ્ચર્યજનક હકીકતોથી લોકોને વાકેફ કરવામાં આવ્યા છે. પત્રકાર અઝીઝ મલિકના પુસ્તક વિમોચન દરમિયાન, ઘણા સાથીદારોને તેમની સેવાઓની પ્રશંસાના પ્રતીક તરીકે સ્મૃતિ ચિહ્ન આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. “ધ અનટોલ્ડ હિસ્ટરી ઓફ ખિલાફત હાઉસ” પુસ્તક વિમોચન વિધિ પ્રસંગે વરિષ્ઠ ઉર્દૂ પત્રકાર, લેખક અને વક્તા મિ. સઈદ હમીદ, અન્સારી મેહમૂદ પરવેઈઝ અકીલ ખાન, અહદ કુરેશી, ઝૈદ ખાન, આગેવાનો, સભ્યો સહિત મોટી સંખ્યામાં શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા..