નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીએ મિલાવ્યા હાથ, જુઓ વીડિયો

લોકતંત્રની એક સુંદર તસવીર સામે આવી છે જેમાં રાહુલ ગાંધીએ ઓમ બિરલાને હાથ મિલાવ્યા બાદ PM મોદી સાથે પણ હાથ મિલાવ્યો હતા આ દરમિયાન સંસદભવન તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું હતું

author-image
By Connect Gujarat
New Update
નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીએ મિલાવ્યા હાથ

ઓમ બિરલા ફરી એકવાર લોકસભાના સ્પીકર તરીકે ચૂંટાયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો એનડીએના તમામ સાંસદોએ તેનું સમર્થન કર્યું. પ્રસ્તાવ પર વોટિંગ ધ્વનિ મત દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં ઓમ બિરલા ફરી એકવાર લોકસભા સ્પીકર તરીકે બીજી વાર ચૂંટાઈ ગયા. આ દરમિયાન લોકતંત્રની એક સુંદર તસવીર સામે આવી છે જ્યારે પીએમ મોદી પોતે ઓમ બિરલા પાસે પહોંચ્યા અને હાથ મિલાવ્યા હતો વિપક્ષ તરફથી રાહુલ ગાંધીને પણ બોલાવવામાં આવ્યા હતા રાહુલ ગાંધીએ ઓમ બિરલાને હાથ મિલાવ્યા બાદ PM મોદી સાથે પણ હાથ મિલાવ્યો હતા આ દરમિયાન સંસદભવન તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું હતું