ઓડિશામાં નવીન પટનાયક યુગનો અંત, CM પદ પરથી આપ્યુ રાજીનામું

ઓડિશામાં બીજેડી પ્રમુખ નવીન પટનાયકે બુધવારે (5 જૂન) ના રોજ સીએમ પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેઓ ભુવનેશ્વરમાં રાજભવન ગયા અને રાજ્યપાલ રઘુવર દાસને પોતાનું રાજીનામું સુપરત કર્યું.

New Update
Naveen Patnaik

Naveen Patnaik

ઓડિશામાં બીજેડી પ્રમુખ નવીન પટનાયકે બુધવારે (5 જૂન) ના રોજ સીએમ પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેઓ ભુવનેશ્વરમાં રાજભવન ગયા અને રાજ્યપાલ રઘુવર દાસને પોતાનું રાજીનામું સુપરત કર્યું. પટનાયક છેલ્લા 24 વર્ષથી રાજ્યના મુખ્યમંત્રી હતા.મંગળવારે 4 જૂને લોકસભા ચૂંટણીની સાથે ઓડિશા અને આંધ્રપ્રદેશની વિધાનસભા ચૂંટણીના પરિણામો પણ આવ્યા. વર્તમાન સરકારોએ બંને રાજ્યોમાં સત્તા ગુમાવી દીધી. ઓડિશામાં ભાજપને 147માંથી 78 બેઠકો મળી હતી, જ્યારે બીજેડીને 51 બેઠકો મળી હતી.

પહેલીવાર ભાજપ રાજ્યમાં સંપૂર્ણ બહુમતી સાથે એકલા હાથે સરકાર બનાવશે. ભાજપે હજુ સુધી મુખ્યમંત્રીની જાહેરાત કરી નથી. પાર્ટીએ પીએમ નરેન્દ્ર મોદીના ચહેરા પર જ ચૂંટણી લડી હતી. બહુ જલ્દી ભાજપ નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કરી શકે છે.ભાજપ અને બીજેડીએ ગઠબંધનમાં બે વિધાનસભા ચૂંટણીઓ (2000 અને 2004) લડી હતી. તે સમયે બીજેડીને એનડીએની સૌથી વિશ્વાસપાત્ર પાર્ટી માનવામાં આવતી હતી. વર્ષ 2000માં બીજેડીએ 68 સીટો અને બીજેપીએ 38 સીટો જીતી હતી.

147માંથી 106 બેઠકો સાથે બંને પક્ષોએ પ્રથમ વખત ગઠબંધન સરકારની રચના કરી અને કોંગ્રેસને સત્તામાંથી બહાર કરી દીધી. 2004ની ચૂંટણીમાં ભાજપ અને બીજેડીએ કુલ