છત્તીસગઢમાં CRPF કેમ્પ પર નક્સલી હુમલો, 3 જવાન શહીદ, 14 ઘાયલ

કેમ્પની સ્થાપના બાદ CRPFનાં કોબરા જવાન જોનાગુંડા-અલીગુડા ક્ષેત્રમાં સર્ચ ઓપરેશન કરી રહ્યાં હતાં

New Update
છત્તીસગઢમાં CRPF કેમ્પ પર નક્સલી હુમલો, 3 જવાન શહીદ, 14 ઘાયલ

છત્તીસગઢનાં સુકમા-બીજાપુર જિલ્લાનાં સીમાવર્તી ક્ષેત્ર ટેકલગુડેમ ગામમાં CRPF કેંપ પર નક્સલિયોએ મોટો હુમલો કર્યો છે. આ હુમલામાં 3 જવાન શહીદ થયાં છે જ્યારે 14 ઘાયલ છે. ઘાયલ સૈનિકોને ઈલાજ માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યું છે. હુમલાની સૂચના મળતાંની સાથે જ ફોર્સ ઘટના સ્થળ પર તાત્કાલિક પહોંચી ગઈ અને વિસ્તારને ચારેય તરફથી ઘેરીને હુમલાખોરોની તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી અનુસાર સુકમાનાં પોલીસ સ્ટેશન જગરગુંડા વિસ્તારમાં નક્સલ ગતિવિધિઓ પર પ્રતિબંધ લગાડવા અને વિસ્તારનાં લોકોને મદદ આપવા માટે આજે 30 જાન્યુઆરીનાં રોજ સુરક્ષા કેમ્પ સ્થાપિત કરવામાં આવ્યો હતો. કેમ્પની સ્થાપના બાદ CRPFનાં કોબરા જવાન જોનાગુંડા-અલીગુડા ક્ષેત્રમાં સર્ચ ઓપરેશન કરી રહ્યાં હતાં. આ દરમિયાન જવાનો પર માઓવાદીઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે..

Latest Stories