NCP નેતા બાબા સિદ્દીકીની હત્યા કેસમાં શુક્રવારે નવો ખુલાસો થયો છે. પોલીસે જણાવ્યું કે હત્યાને અંજામ આપવા માટે આરોપીઓને અનેક ઈનામોનું વચન આપવામાં આવ્યું હતું. ધરપકડ કરાયેલા 18 આરોપીઓમાંથી 4 આરોપીઓને 25 લાખ રૂપિયા રોકડા, કાર, ફ્લેટ અને દુબઈ ટ્રિપનું વચન આપવામાં આવ્યું હતું.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, ષડયંત્રમાં સામેલ રામફૂલચંદ કનોજિયા (43)એ રૂપેશ મોહોલ (22), શિવમ કુહડ (20), કરણ સાલ્વે (19) અને ગૌરવ અપુને (23)ને બાબા સિદ્દીકીની હત્યા કરવા બદલ ઈનામ આપવાનો વાયદો કર્યો હતો.12 ઓક્ટોબરની રાત્રે બાબા સિદ્દીકીને તેમના પુત્ર જીશાનની ઓફિસની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ગેંગસ્ટર લોરેન્સ ગેંગે હત્યાની જવાબદારી લીધી છે. આ ગેંગે બાબાની હત્યા માટે બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનને જવાબદાર ગણાવ્યો હતો.