/connect-gujarat/media/media_files/M9H5WazYR8dyqVj7hE62.jpg)
NDA
18મી લોકસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. ભાજપને 240 બેઠકો મળી, જે બહુમતીના આંકડા કરતા 32 બેઠકો ઓછી છે. જો કે NDA 291 બેઠકો સાથે બહુમતીનો આંકડો પાર કરી ગયો. આ સાથે NDA ત્રીજી વખત સરકાર બનાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.NDA આજે સરકાર બનાવવાનો દાવો રજૂ કરી શકે છે. આ પહેલા મહાગઠબંધનના સાથી પક્ષોની બેઠક બોલાવવામાં આવી છે. પીએમએ બિહારના સીએમ નીતીશ કુમાર અને ટીડીપી નેતા ચંદ્રબાબુ નાયડુને ફોન કરીને આ બેઠકમાં હાજરી આપવા કહ્યું છે.ચંદ્રાબાબુની ટીડીપી 15 બેઠકો સાથે એનડીએમાં બીજી સૌથી મોટી પાર્ટી બની ગઈ છે અને નીતીશની જેડીયુ 12 બેઠકો સાથે એનડીએમાં ત્રીજી સૌથી મોટી પાર્ટી બની ગઈ છે. આ સમયે ભાજપ માટે બંને પક્ષો જરૂરી છે. તેમના વિના ભાજપ માટે સરકાર બનાવવી મુશ્કેલ છે.
મંગળવારે સાંજે ચૂંટણી પરિણામો સ્પષ્ટ થયા બાદ પીએમ મોદી ભાજપ કાર્યાલય પહોંચ્યા અને કાર્યકર્તાઓને સંબોઘન કર્યું હતું. ભાષણ આપતી વખતે તેમની જીભ પર ભાજપ અને એનડીએનું નામ વધુ લેવાયું હતું. 34 મિનિટના ધન્યવાદ ભાષણમાં ભાજપનું નામ 6 વખત જ્યારે NDA (ભાજપના સહયોગી)ના નામનો 8 વખત ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
વડાપ્રધાને ચંદ્રબાબુ નાયડુ અને નીતીશ કુમારનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. તેમણે બંનેના નેતૃત્વમાં શાનદાર પ્રદર્શનની પ્રશંસા કરી હતી. ત્રીજી ટર્મમાં એનડીએના નેતૃત્વમાં સારું કામ કરવાની ખાતરી પણ આપી હતી.