New Update
કેરળમાં મગજને અસર કરતા નવા વાયરસની ઓળખ કરવામાં આવી છે. કેરળ સરકારે તેને અમીબિક મેનિન્ગોએન્સફાલીટીસ નામ આપ્યું છે.આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે 7 ઓગસ્ટના રોજ મોડી રાત્રે જણાવ્યું હતું કે, જાન્યુઆરીથી અત્યાર સુધીમાં વાયરસના કુલ 15 કેસ નોંધાયા છે.
જેના કારણે 5 દર્દીઓના મોત થયા છે.બીજી તરફ, પુણેમાં પણ બે મહિનામાં ઝિકા વાયરસના વધુ સાત નવા કેસ નોંધાયા છે. જેમાં 6 ગર્ભવતી મહિલાઓનો સમાવેશ થાય છે.કેરળમાં 2016માં એમોબિક મેનિન્ગોએન્સફાલીટીસનો પ્રથમ કેસ નોંધાયો હતો. આ પછી 2019, 2020 અને 2022માં એક-એક કેસ જોવા મળ્યો હતો. આ તમામ દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. આ રોગમાં દર્દીને તાવ, માથાનો દુખાવો, ઊલટી અને માનસિક આંચકા આવે છે.
Latest Stories