કેન્દ્રીય કર્મચારીઓને નવા વર્ષની ભેટ, ભારત સરકારે 8માં પગાર પંચની અરજી સ્વીકારી, પગારમાં આવશે જોરદાર ઉછાળો

કેન્દ્રીય કર્મચારીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે 2026 ની સાથે જ આતુર્તનો અંત આવવાનો છે અને તેમનું નવું વર્ષ ખુશનુમા સાબિત થવાનું છે. ભારત સરકારે 8માં

New Update
scs

કેન્દ્રીય કર્મચારીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે 2026 ની સાથે જ આતુર્તનો અંત આવવાનો છે અને તેમનું નવું વર્ષ ખુશનુમા સાબિત થવાનું છે. ભારત સરકારે 8માં પગાર પંચની અરજી સ્વીકારી લીધી છે અને નવાવર્ષમાં એટલે કે 1 જાન્યુઆરીથી તે અમલમાં મુકાઇ જશે. એક્સપર્ટનું કહેવું છે જે આ 8th Pay Commission નું ફિટમેન્ટ ફેક્ટર 2.4 થી 3 % ની વચ્ચે હશે. એવું માનવામાં આવી રહયું છે કે આ 8 મું પગાર પંચ લાગુ થયા બાદ કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં 20-35% સુધીનો વધારો થઈ શકે છે. નવા વરસમાં નવા વેતન આયોગથી કેન્દ્રના લાખો વર્તમાન કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થશે. 

જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે ગયા નવેમ્બરમાં 8 માં પગાર પંચની અરજીને સ્વીકારી લીધી હતી. સાથે જ સરકારે આયોગને 18 મહિનાનો સમય આપ્યો છે. આ દરમિયાન આયોગ તેનો રિપોર્ટ સરકારને આપશે. વેતન, ભથ્થું અને પેન્શનની સમીક્ષાનું કામ ઔપચારીક રીતે શરૂ થઈ ગયું છે. 8 માં પગાર પંચમાં ભલે ગણતરી 1 જાન્યુઆરી 2026થી થવાની હોય પણ વધેલા પગાર માટે કેન્દ્રીય કર્મચારીઓએ હજુ થોડી રાહ જોવી પડી શકે એમ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જે પગાર વધારો થયો છે તે કર્મચારીઓને 2028 થી આપવામાં આવશે એટલે કે આ પગાર વધારો 2028 થી લાગુ થશે. આવું પહેલા પઆન થઈ ચૂક્યું છે 7મુ પગાર પંચ જાન્યુઆરી 2016 થી લાગુ થયું હતું પરંતુ કેન્દ્ર સરકારે તેને મંજૂરી જૂન 2016 માં આપી હતી. આ મંજૂરી પછી જ એરિયર આપવામાં આવ્યું હતું.


Latest Stories