બિહારમાં નીતિશનની પલટીથી નવી સરકાર આવી ગઈ છે. આરજેડી સાથેનું ગઠબંધન તોડ્યા બાદ રાજીનામું આપીને આજે નીતિશ ભાજપના ટેકાથી સરકાર બનાવીને નવમી વાર બિહારના સીએમ પદના શપથ લીધા છે. પટણાના રાજભવનમા આયોજિત શપથગ્રહણ સમારોહમાં રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકરે નીતિશને સીએમ પદના શપથ લેવડાવ્યા હતા નીતિશ કુમાર સાથે 8 મંત્રીઓએ પાંસપથ લીધા બિહાર ભાજપ અધ્યક્ષ સમ્રાટ ચૌધરી અને વિજય સિંહાને નીતિશ સરકારમાં ડેપ્યુટી સીએમ બનાવાયા છે.
કોણે કોણે શપથ લીધા..!
નીતિશ કુમાર, મુખ્યમંત્રી
સમ્રાટ ચૌધરી (ભાજપ), વિજય સિંહા (ભાજપ) ઉપમુખ્યમંત્રી
ડો.પ્રેમ કુમાર (ભાજપ)
વિજેન્દ્ર પ્રસાદ (જેડીયુ)
શ્રવણ કુમાર (જેડીયુ)
વિજય કુમાર ચૌધરી (જેડીયુ)
સંતોષ કુમાર સુમન (જેડીયુ)
સુમિત સિંહ (અપક્ષ)