/connect-gujarat/media/media_files/2025/11/20/ca-2025-11-20-10-05-23.jpg)
ગુરુવારે 10મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે નીતીશ કુમાર શપથ લેશે. બુધવારે NDA ગઠબંધનના સર્વસંમત નેતા તરીકે ચૂંટાયા બાદ નીતીશ કુમાર રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનને પોતાનું રાજીનામું સુપરત કર્યું અને નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. નવી સરકારની રચના માટેની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. શપથ ગ્રહણ સમારોહ આજે ગાંધી મેદાનમાં યોજાવાનો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 20 નવેમ્બરે મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે 20 મંત્રીઓ શપથ ગ્રહણ કરે તેવી અપેક્ષા છે. આ સમારોહમાં પીએમ મોદી સહિત અનેક અગ્રણી નેતાઓ હાજર રહેશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે બિહારના રાજકીય ઇતિહાસમાં એક નવો અધ્યાય ઉમેરશે. ગાંધી મેદાનમાં મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપનારા તેઓ પ્રથમ વડાપ્રધાન બનશે.
વડાપ્રધાનની હાજરીને ધ્યાનમાં રાખીને અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG), નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG) અને બિહાર પોલીસની સંયુક્ત ટીમોએ મેદાન અને આસપાસના વિસ્તારોમાં વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. સ્થળ પર એક લાખથી વધુ લોકો માટે બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
બિહારમાં નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ આજે, ગુરુવારે યોજાવાનો છે. મુખ્યમંત્રીના ચહેરા પરનો સસ્પેન્સ દૂર થયો છે. નીતિશ કુમાર બિહારના આગામી મુખ્યમંત્રી બનશે. તેઓ 10મી વખત શપથ લેશે. તેમના શપથ ગ્રહણ સાથે તેઓ બિહારના 19મા મુખ્યમંત્રી બનશે. શપથ ગ્રહણ સમારોહ સવારે 11:30 વાગ્યે પટનાના ગાંધી મેદાનમાં થશે. બંને નાયબ મુખ્યમંત્રીઓ પણ શપથ લેશે. બુધવારે પટનામાં ત્રણ મોટી બેઠકો યોજાઈ હતી. પહેલી બેઠક મુખ્યમંત્રી ગૃહમાં થઈ હતી. નીતિશ કુમારને મુખ્યમંત્રી નિવાસસ્થાને JDU વિધાનસભા પક્ષના નેતા તરીકે સર્વાનુમતે ચૂંટવામાં આવ્યા હતા.