Connect Gujarat
દેશ

કેન્દ્રીય કર્મચારીઓના ડીએ હાઈક પર નોટિફિકેશન બહાર પડ્યું, મોંઘવારી ભથ્થું 34 ટકાથી વધીને 38 ટકા કરવામાં આવ્યું

આ ભથ્થું બેઝિક પગારના આધારે હશે. સંશોધિત દર 1 જુલાઈ 2022થી લાગૂ થશે.

કેન્દ્રીય કર્મચારીઓના ડીએ હાઈક પર નોટિફિકેશન બહાર પડ્યું, મોંઘવારી ભથ્થું 34 ટકાથી વધીને 38 ટકા કરવામાં આવ્યું
X

કેબિનેટની બેઠકમાં તાજેતરમાં કેન્દ્રીય કર્મચારીઓના ડીએને 4 ટકા વધારવામાં આવ્યું હોવાની જાહેરાત થઈ હતી. કેબિનેટના આ નિર્ણય બાદ મોંઘવારી ભથ્થું 34 ટકાથી વધીને 38 ટકા કરવામાં આવ્યું. હવે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારા અંગે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. મોંઘવારી ભથ્થું વધારવા નું નોટિફિકેશન નાણા મંત્રાલયના વ્યય વિભાગ (ડીઓઆઈ) તરફથી બહાર પાડવામાં આવ્યું છે.

નોટિફિકેશનમાં આપેલી જાણકારી મુજબ નવો મોંઘવારી ભથ્થા દર 1 જુલાઈ 2022થી લાગૂ કરવામાં આવશે. જલદી કર્મચારીઓના ખાતામાં તેના પૈસા આવી જશે. સરકારના મોંઘવારી ભથ્થા વધારવાના નિર્ણયથી 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 62 લાખો પેન્શનર્સને મોટી રાહત થશે. આ અગાઉ કેન્દ્રીય કેબિનેટ તરફથી માર્ચમાં 3 ટકા મોંઘવારી ભથ્થું વધારવામાં આવ્યું હતું. તે સમયે 31 ટકાથી વધારે 34 ટકા કરવામાં આવ્યું હતું. નોટિફિકેશનની મુખ્ય વિગતો ખાસ જાણો.1 કેન્દ્રીય કર્મચારીઓને 34 ટકાની જગ્યા 38 ટકા મોંઘવારી ભથ્થું આપવામાં આવશે.

આ ભથ્થું બેઝિક પગારના આધારે હશે. સંશોધિત દર 1 જુલાઈ 2022થી લાગૂ થશે. સાતમા પગાર પંચ હેઠળ અલગ અલગ લેવલ ના આધારે 'Basic Pay' નક્કી કરાયો છે. આ રિવાઈઝ્ડ પે સ્ટ્રક્ચર ને કેન્દ્ર સરકારની મંજૂરી મળેલી છે. બેઝિક પેમાં કોઈ પણ પ્રકારનું સ્પેશિયલ એલાઉન્સ હોતું નથી. બેઝિક પે કોઈ પણ કેન્દ્રીય કર્મચારીઓના પગારનો જરૂરી ભાગ હોય છે. તેને FR 9 (21) હેઠળ પગાર તરીકે ગણવામાં આવે છે. ડિપાર્ટમેન્ટ ઓફ એક્સપેન્ડેચર (DoT) તરફથી બહાર પાડવામાં આવેલ નોટિફિકેશનમાં કહેવાયું છે કે મોંઘવારી ભથ્થાની ચૂકવણીમાં 50 પૈસા કે તેનાથી વધુ રકમ ને પૂરો રૂપિયા ગણવામાં આવશે. તેનાથી ઓછી રકમ ને નજર અંદાજ કરવામાં આવી શકે છે.

Next Story