Connect Gujarat
દેશ

દેશભરમાં કોવિડ-19ના સબ-વેરિયન્ટ JN-1 કેસની સંખ્યા થયો વધારો, કુલ કેસનો આંકડો 619 પર પહોંચ્યો

દેશભરમાં કોવિડ-19ના સબ-વેરિયન્ટ JN-1 કેસની સંખ્યા થયો વધારો, કુલ કેસનો આંકડો  619 પર પહોંચ્યો
X

દેશભરમાં કોવિડ-19ના સબ-વેરિયન્ટ JN-1 કેસની સંખ્યા વધીને 619 થઈ ગઈ છે. પીટીઆઈના અહેવાલ મુજબ 4 જાન્યુઆરી સુધીમાં કર્ણાટકમાં 199, કેરળમાં 148, મહારાષ્ટ્રમાં 110, ગોવામાં 47, ગુજરાતમાં 36, આંધ્રપ્રદેશમાં 30, તમિલનાડુમાં 26, દિલ્હીમાં 15, રાજસ્થાનમાં 4 કેસ નોંધાયા છે. તેલંગાણા, હરિયાણામાં 2 અને ઓડિશામાંથી એક-એક કેસ નોંધાયો છે.

અધિકારીએ કહ્યું કે, દેશભરમાં JN-1 વેરિઅન્ટની સંખ્યા વધી રહી હોવા છતાં, અત્યારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે ચેપગ્રસ્ત મોટાભાગના લોકો ઘરે જ સારવાર લઈ રહ્યા છે.

દેશમાં JN-1 વેરિયન્ટની સંખ્યામાં વધારો

કોરોનાના આ નવા પ્રકારને લઈને કેન્દ્ર સરકારે પહેલાથી જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સર્વેલન્સ જાળવવા માટે કહ્યું છે. દેશમાં JN-1 વેરિઅન્ટની સંખ્યામાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને કેન્દ્રએ રાજ્યોને કેન્દ્રીય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ કોવિડ-19ની નવી માર્ગદર્શિકાનું પાલન કરવા જણાવ્યું છે.

Next Story