જાપાન પ્રવાસના પ્રથમ દિવસે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગુજરાતી અને ભારતીય સમાજના લોકો સાથે મુલાકાત કરી

New Update
જાપાન પ્રવાસના પ્રથમ દિવસે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગુજરાતી અને ભારતીય સમાજના લોકો સાથે મુલાકાત કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જાપાન પ્રવાસના પ્રથમ દિવસે ટોકિયોમાં વસેલા ગુજરાતી સમાજ અને ભારતીય સમુદાયના લોકોને મળ્યા હતા. આ અવસરે જનસમુદાયને સંબોધતા મુખ્યમંત્રીએ કહ્યું કે, જાપાનએ ગુજરાતના વિકાસમાં મહત્વપૂર્ણ ભાગીદાર છે.તેમણે કહ્યું કે, ગુજરાતની વૈશ્વિક વિકાસયાત્રાની ખ્યાતિ પ્રસરાવવામાં ગુજરાતીઓ બ્રાન્ડ એમ્બેસેડર બની રહ્યા છે.

ટોકિયામાં વસતા ગુજરાતી સમાજ, ભારતીય સમુદાય સાથેના સ્નેહમિલનમાં મુખ્યમંત્રીએ ગુજરાતની વૈશ્વિક વિકાસયાત્રાની વિસ્તૃત વિગતો પણ આપી હતી. તેમણે ઉમેર્યું કે, ગુજરાત હવે ગ્રીન હાઈડ્રોજન-સેમીકંડક્ટર અને ઈ-મોબિલિટી જેવા નવા ઊભરતા સેક્ટર્સનું કેન્દ્રબિંદુ બની રહ્યું છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2007માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જાપાનની લીધેલી મુલાકાતથી ગુજરાત-જાપાન વચ્ચે બિઝનેસ એન્ડ કલ્ચરલ રિલેશન્સનો વ્યાપ વધ્યો છે. આ અવસરે તેમણે G20 ના સફળ આયોજનનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં G20 ના સફળતાપૂર્વકના આયોજનને કારણે ભારત વૈશ્વિક સ્તરે થોટ લીડર તરીકે ઉભરી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતનું ઉચ્ચ સ્તરીય ડેલિગેશન વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024ના પ્રમોશન તેમ જ જાપાન સાથેનો સંબંધ સેતુ વધુ સુદ્રઢ કરવા જાપાનના સાપ્તાહિક પ્રવાસે છે.


Latest Stories