/connect-gujarat/media/post_banners/1eff14571deeaedc9a81c560fe668b5af77e9189dc0cfbe8975ccc6371542cb4.webp)
ગુરુગ્રામના મેનેજમેન્ટ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટના સ્ટ્રેટેજી પ્રોફેસર દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં મિઝોરમ સૌથી ખુશ રાજ્ય હોવાનું સાબિત થયું. મોઝોરમને ભારતનું સૌથી ખુશહાલ રાજ્ય જાહેર કરવામાં આવ્યું છે. ગુરુગ્રામના મેનેજમેન્ટ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટના સ્ટ્રેટેજી પ્રોફેસર દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં મિઝોરમ સૌથી ખુશ રાજ્ય છે. એક રિપોર્ટ અનુસાર મિઝોરમ 100 ટકા સાક્ષરતા પ્રાપ્ત કરનાર ભારતનું બીજું રાજ્ય છે.
આ રાજ્ય સૌથી મુશ્કેલ સમયમાં પણ વિદ્યાર્થીઓને વિકાસની તકો પૂરી પડે છે. મિઝોરમનું સામાની સંરચના પણ તેના યુવાનોની ખુશીમાં ફાળો આપે છે. એક બોર્ડિંગ સ્કૂલના સિસ્ટરે જણાવ્યુ હતું કે ઉછેર એ નક્કી કરે છે કે યુવક ખુશ કે નહિ, આપનો સમાજ જાતિવિહીન છે. ઉપરાંત અહી અભ્યાસ માટે માતા પિતા તરફથી કૌ જ પ્રકારનું દબાણ પણ કરવામાં આવતું નથી.
રિપોર્ટમાં એમ પણ કહેવાય છે કે મિઝો સમુદાયમાં દરેક બાળક એ પછી છોકરો હોય કે છોકરી નાની ઉમરે જ કમાવા લાગે છે. અહીં કોઈ પણ કામ નાનું કે મોટું માનવામાં નથી આવતું. 16 કે 17 વર્ષની આસપાસ તેઓ અહીં કામ કરવાનું શરૂ કરી દે છે. તેનું પ્રમોશન પણ થાય છે અને છોકરા છોકરી વચ્ચે ભેદભાવ પણ કરવામાં નથી આવતો. મિઝોરમમાં પણ આવા પરિવારો છે જે તૂટી ગયા છે. જોકે જ્યારે માતા મજૂરી કરતી હોય, પોતે પૈસા કમાતી હોય અને મિત્રો અને આસપાસના લોકો પણ આવી જ પરિસ્થિતિમાં ઝઝૂમી રહ્યા હોય ત્યારે બાળકો સમાજથી અલગ અનુભવતા નથી ત્યારે છોકરાઓ અને છોકરીઓ બંનેને પોતાના માટે કમાવવાનું શીખવવામાં આવે છે.