/connect-gujarat/media/media_files/2025/05/11/0SPZ1KOcB4Pra9gaRrPP.jpg)
ભારત-પાકિસ્તાનના સીઝફાયરના તણાવ વચ્ચે ઉત્તર અને પશ્ચિમ ભારતમાં કુલ 32 એરપોર્ટને તમામ નાગરિક ઉડાન કામગીરી માટે અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યા છે. નોટિસ ટુ એરમેન (NOTAM) મુજબ ઓપરેશનલ કારણોસર આ પ્રતિબંધ 9 મે 2025 થી 14 મે 2025 સુધી લાગુ રહેશે. ત્યારે નેશનલના એરપોર્ટે મુસાફરો માટે એડવાઇઝરી જાહેર કરી છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ વચ્ચે દિલ્હી એરપોર્ટે રવિવારે મુસાફરો માટે ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી. 4 દિવસના ઘર્ષણ બાદ ભારત અને પાકિસ્તાન યુદ્ધ વિરામ માટે સંમત થયું હતું. પણ આ વિરામની સંધિના થોડા જ કલાકોમાં પાકિસ્તાને ગોળીબાર શરૂ કર્યો હતો. દરમિયાન દિલ્હી એરપોર્ટે મુસાફરોને સત્તાવાર અપડેટ્સનું પાલન કરતા રહેવાની સલાહ આપી છે.દિલ્હી એરપોર્ટે જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે ફ્લાઇટના ટાઈમમાં ફેરફાર થઈ શકે છે. ઉપરાંત સુરક્ષા ચોકીઓ પર ઘણો સમય લાગી શકે છે. દિલ્હી એરપોર્ટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે "કામગીરી સરળતાથી ચાલુ છે, પરંતુ બદલાતા એરસ્પેસ ગતિશીલતા અને બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી દ્વારા લાદવામાં આવેલા ઉચ્ચ સુરક્ષા પ્રોટોકોલને કારણે, ફ્લાઇટના સમયપત્રકમાં ફેરફાર અને સુરક્ષા ચેકપોઇન્ટ પર વધુ વિલંબ થઈ શકે છે."