/connect-gujarat/media/media_files/2025/06/27/pakistan-2025-06-27-21-51-08.jpg)
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતની સ્વાત નદીમાં એક જ પરિવારના 18 લોકો ડૂબી ગયા છે. આ ઘટના શુક્રવારે બની હતી.
અહીં સ્વાત નદીમાં અચાનક આવેલા પૂરમાં એક જ પરિવારના ઓછામાં ઓછા 18 લોકો ડૂબી ગયા હતા,જેમાંથી ચાર લોકોના મૃતદેહ મળી આવ્યા છે,જ્યારે અન્યની શોધ ચાલુ છે. બચાવ કામગીરી અધિકારીઓએ આ માહિતી આપી હતી.
'રેસ્ક્યૂ-1122'ના ડિરેક્ટર જનરલ શાહ ફહાદને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે, "પાંચ અલગ અલગ સ્થળોએ બચાવ કામગીરી ચાલી રહી છે અને'રેસ્ક્યૂ 1122'ના 80 કર્મચારીઓ આ કામગીરીમાં સામેલ છે." પ્રારંભિક માહિતી અનુસાર,આ પરિવાર પ્રવાસીઓના એક જૂથનો ભાગ હતો જે આ વિસ્તારની મુલાકાત લેવા આવ્યા હતા અને ભારે વરસાદને કારણે પાણીનું સ્તર વધી જતાં નદીમાં ફસાઈ ગયા હતા. સ્વાત નદી અહીં પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના ઉત્તરીય ક્ષેત્રમાં વહે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે અન્ય ગુમ થયેલા લોકોને શોધવા માટે મોટા પાયે શોધખોળ કામગીરી હજુ પણ ચાલુ છે.