જમ્મૂ - કશ્મીર મામલાને લઈને પાકિસ્તાને UNમાં ભારત પર કર્યો વાર, જેનો ભારતે આપ્યો જડબાતોડ જવાબ

ભારતે UNમાં પોતાના સંબોધનમાં આતંકવાદને લઈને પાકિસ્તાન પર આરોપો લગાવ્યા

New Update
જમ્મૂ - કશ્મીર મામલાને લઈને પાકિસ્તાને UNમાં ભારત પર કર્યો વાર, જેનો ભારતે આપ્યો જડબાતોડ જવાબ

પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાઝ શરીફે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કશ્મીર મુદ્દાને ઉઠાવવાની સાથે જ ભારત વિરુદ્ધ ઘણા નિવેદનો આપ્યા. હવે ભારતે પણ પાકિસ્તાનને આનો જવાબ આપ્યો છે. ભારતે UNમાં પોતાના સંબોધનમાં આતંકવાદને લઈને પાકિસ્તાન પર આરોપો લગાવ્યા છે.

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના પ્રથમ સચિવ મીજીટો વીનીટોએ કહ્યું કે શાંતિ અને સુરક્ષા ત્યારે જ થશે જ્યારે સીમા પાર આતંકનો અંત આવે. પોતાના જવાબમાં મીજીટો વીનીટોએ ભારત વિરુદ્ધના ખોટા આરોપો અગાવતા પહેલા પાકિસ્તાને આત્મનિરીક્ષણ કરવાની યાદ અપાવી. વીનીટોએ કહ્યું કે જમ્મૂ- કશ્મીર પર દાવો કરવાને બદલે, ઇસ્લામાબાદે 'સીમા પાર આતંકવાદ' ને અટકાવવો જોઈએ. મીજીટોએ આગળ કહ્યું કે જ્યારે અલ્પસંખ્યક સમુદાયની હજારો સંખ્યામાં યુવા મહિલાઓનું એસઓપીનાં રૂપમાં અપહરણ કરવામાં આવે છે, તો આપણે આ બાબતે શું નિષ્કર્ષ કાઢવો જોઈએ? તેમણે પાકિસ્તાનનાં બધા નિવેદનોને ખોટા હોવાનો કરાર આપી દીધો. પીએમ શહબાઝનાં નિવેદનોને ખેદજનક જણાવતા તેમણે પોતાના જ દેશમાં કુકર્મોને છુપાવવા માટે આવા ખોટા આરોપો લગાવતા હોવાની વાત કરી.

Read the Next Article

કેરળમાં રાષ્ટ્રપતિનું હેલિકોપ્ટર લેન્ડ થતાં જ ધસી પડ્યું, પોલીસ જવાનોએ ધક્કો મારી બહાર કાઢ્યું

પત્તનામથિટ્ટાના પ્રમદમ સ્ટેડિયમમાં રાષ્ટ્રપતિનું હેલિકોપ્ટર લેન્ડ થયા બાદ હેલિપેડનો એક ભાગ ધસી પડ્યો હતો. આ દરમિયાન જવાનોએ તાત્કાલિક દોડી જઈને હેલિકોપ્ટરને ધક્કા મારીને બહાર કાઢ્યું હતું.

New Update
pres

ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ કેરળ રાજ્યના પ્રવાસે છે. તેમની યાત્રા દરમિયાન દુર્ઘટના ટળી છે

Advertisment
1/38

પત્તનામથિટ્ટાના પ્રમદમ સ્ટેડિયમમાં રાષ્ટ્રપતિનું હેલિકોપ્ટર લેન્ડ થયા બાદ હેલિપેડનો એક ભાગ ધસી પડ્યો હતો. આ દરમિયાન જવાનોએ તાત્કાલિક દોડી જઈને હેલિકોપ્ટરને ધક્કા મારીને બહાર કાઢ્યું હતું. સદનસીબે આ દરમિયાન કોઈ દુર્ઘટના સર્જાઈ ન હતી. આ દરમિયાન ઘટના સ્થળે ફાયર તથા પોલીસના જવાનો પણ તૈનાત હતાજેમણે હેલિકોપ્ટર ધક્કા મારીને બહાર કાઢ્યું હતું. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.